વાવાઝોડાને કારણે રવિવારે ઉજ્જૈનના પ્રસિદ્ધ શ્રી મહાકાલ લોક સંકુલમાં ‘સપ્તઋષિ’ની છ મૂર્તિઓને ભાર નુકસાન થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે મહાકાલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મુદ્દે રાજકીય વિવાદ પણ થયો હતો. કોંગ્રેસે આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. મુખ્યપ્રધાનના અધિકારીઓના જણાવ્યા મુજબ મહાકાલ લોકમાં ૧૫૫ મૂર્તિઓ છે. તેમાથી છ ખંડિત થઈ છે. તે બધી ડિફેક્ટ લાયેબિલિટી પીરિયડ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા નવેસરથી સ્થાપવામાં આવશે.
આ મૂર્તિઓને તૂટયાં પછી વિપક્ષ કોંગ્રેસે મંદિરના કોરિડોરના નિર્માણમાં મોટાપાયા પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. તેના અંગે ભાજપે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ રાજકારણ કરી રહ્યુ છે અને કોઈપણ પ્રકારની વિગતો આપ્યા વગર ભ્રમ ફેલાવી રહી છે.