ભારત સરકાર ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ ન મૂકે તેવી શક્યતા છે. સરકાર ટ્રાન્ઝેક્શનના સેટલમેન્ટ અને પેમેન્ટના કરન્સી તરીકે ક્રિપ્ટોને મંજૂરી નહીં આપે, પરંતુ તેને શેર, ગોલ્ડ કે બોન્ડ જેવી એસેટ તરીકે રાખવાની મંજૂરી આપી શકે છે.
આ મામલા સાથે સંકળાયેલો લોકોની સરકાર સાથે એક બેઠક યોજાઈ હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે, ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા બીટકોઈન જેવી ક્રિપ્ટો કરન્સીને વેગ આપવાની મંજુરી નહીં મળે. આ મામલા સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે, સરકાર ક્રિપ્ટોન મામલે એક બીલને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત છે.
મોદી સરકાર દેશમાં ક્રિપ્ટો ટ્રેડિંગના નિયમ તૈયાર કરી રહી છે. ભારતમાં સરકરા વર્ચ્યુઅલ કરન્સી દ્વારા પેમેન્ટ ટ્રાન્જેક્શન પર રોક લગાવવા જઈ રહી છે. આ મામલે ક્રિપ્ટો બીલને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. સરકારી સૂત્રોઓ આ અંગે વાત કરતા કહ્યું કે, દેશમાં લોકો ગોલ્ડ, શેર કે પછી બોન્ડની જેમ ક્રિપ્ટોને સંપતિ તરીકે રાખી શકે છે. આ વાતથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, ક્રિપ્ટો એક્સચેન્જ અને ટ્રેડિંગ પ્લેટફોર્મને એક્વિટ સોલિટિસેશનની મંજુરી આપવામાં આવશે નહીં.