ભારતની મધ્યસ્થ બેન્ક રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવાયું છે કે આ ડિજિટલ એસેટ્સ ભારતની નાણાકીય અને આર્થિક સ્થિરતાને નબળી પાડે છે કારણ કે નાણાકીય ક્ષેત્ર માટે તેના નકારાત્મક પરિણામો છે.
સેન્ટ્રલ બેન્ક ડિજીટલ કરન્સી (CBDC) અંગેની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કોન્સેપ્ટ નોટમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી દ્વારા ઉભા થતા જોખમો દર્શાવતા અહેવાલમાં આરબીઆઇએ આ અભિપ્રાય આપ્યો હતો.
રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીના વ્યાપક પ્રસારથી નાણા નીતિ અને દેશની નાણાકીય વ્યવસ્થા નક્કી કરવા અને તેનું નિયમન કરવા માટેની નાણાકીય ઓથોરિટીની ક્ષમતામાં ઘટાડો થઈ શકે છે. જે દેશની નાણાકીય વ્યવસ્થાની સ્થિરતા માટે ગંભીર પડકાર બની શકે છે.
રિઝર્વ બેન્ક ખાનગી ક્રિપ્ટોકરન્સી સામે સતત પોતાનો વિરોધ વ્યક્ત કરી રહી છે અને આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જૂનમાં કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી એક સ્પષ્ટ જોખમ છે અને જે કંઈપણ અન્ડરલાઈંગ વેલ્યુ વિના, માત્ર ધારણા આધારિત મૂલ્ય મેળવે છે તે સોફિસ્ટિકેટે નામ હેઠળ માત્ર સટ્ટો છે.
હાલમાં સત્તાવાળાઓ ક્રિપ્ટોકરન્સીના નિયમન માટેના પગલાં પર કામ કરી રહ્યા છે પરંતુ એવું માનવામાં આવે છે કે આવી એન્ટિટીના નિયમન કરવા માટે વૈશ્વિક સહકારની જરૂર છે, કારણ કે એક દેશ દ્વારા લેવામાં આવેલા પગલાં તેમને નિયંત્રિત કરવા માટે પૂરતા નથી. આ મુદ્દો આગામી વર્ષે યોજાનારી G20 ચર્ચામાં આવી છે.