એસએસ રાજામૌલીની ફિલ્મ RRRએ 28મા ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ્સમાં એક નહીં, પરંતુ બે એવોર્ડ જીતીને ફરી ભારતને ગૌરવ અપાવ્યું હતું.15 જાન્યુઆરીએ લોસ એન્જલસમાં આયોજિત એક સમારોહમાં ફિલ્મને તેના વાયરલ સોંગ નાટુ નાટુ માટે શ્રેષ્ઠ ગીતનો તથા શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. અગાઉ ફિલ્મના નાટુ નાટુ ગીતને શ્રેષ્ઠ ગીતનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો.
RRRના અધિકૃત ટ્વિટર એકાઉન્ટે આ સમાચાર શેર કર્યા અને એમએમ કીરાવાનીનો એવોર્ડ સ્વીકારતો વિડિયો પણ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બેસ્ટ સોંગ માટેનો ક્રિટિક્સચોઇસ એવોર્ડ મળ્યો છે તે જાણકારી આપતા ઘણો જ આનંદ થયો છે. તમારો ખૂબ ખૂબ આભાર હું આ એવોર્ડથી ખૂબ જ સન્માનિત છું
RRR’ વૈશ્વિક ફલક પર ભારતીય સિનેમાને ગર્વ અપાવી રહી છે. થોડા દિવસ પહેલા જ ‘RRR’ને પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ અવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મનો ક્રિટિક્સ ચોઈસ અવોર્ડ પણ ‘RRR’ને મળ્યો છે.
એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કાર માટે લાયક 301 ફીચર ફિલ્મોની યાદીમાં પણ RRRનો સમાવેશ કર્યો છે.
વિશ્વભરમાં રૂ.1,200 કરોડની કમાણી કરનારી આરઆરએસ ફિલ્મને સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. RRR એ વિવિધ ઓસ્કાર કેટેગરીમાં માટે પણ રજૂઆત કરી છે. અમેરિકાના બેવર્લી હિલ્સ ખાતે આયોજિત અવૉર્ડ સમારોહમાં RRR કલાકારો જુનિયર એનટીઆર અને રામચરણ સાથે ડિરેક્ટર રાજામૌલી પણ હાજર રહ્યા હતા.
રાજામૌલી દ્વારા નિર્દેશિત ‘RRR’ રાષ્ટ્રવાદ અને ભાઈચારો પર આધારિત છે. આમાં પ્રખ્યાત અભિનેતા રામચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં આ બે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓ અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમે ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ આઝાદી પૂર્વેની કાલ્પનિક વાર્તા પર આધારિત છે. “RRR” નામ “Rise Roar Revolt” માટે ટૂંકું છે, કારણ કે તે બ્રિટિશરો અને હૈદરાબાદના નિઝામ સામે ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ દર્શાવે છે.