વિશ્વના અન્ય દેશોની માફક 2020માં કોરોનાને કારણે ભારતીય ક્રિકેટ ખેલાડીઓ પણ 8 મહિના ક્રિકેટ રમી શક્યા નહોતા. જો કે, 2021-22માં ટીમ ઇન્ડિયાનો ઘણો વ્યસ્ત છે.
કેલેડન્ડર વર્ષમાં ટીમ બાઈલેટરલ સીરિઝમાં 14 ટેસ્ટ, 13 વન-ડે અને 20 T-20, એમ કુલ 47 મેચ રમશે. ભારતીય ટીમ વિદેશ પ્રવાસમાં ચાર સીરિઝ રમશે. તે સિવાય T-20 વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી 4, એશિયા કપમાં ઓછામાં ઓછી 5 અને IPLમાં ઓછામાં ઓછી 14 T-20 મેચ રમશે.
એકંદરે ભારતીય ટીમ આવતા વર્ષે કુલ 43 T-20 રમશે. એશિયા કપ શ્રીલંકામાં રમાશે. વ્યસ્ત કાર્યક્રમ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીએ કહ્યું કે, ખેલાડીઓ માટે તે કપરો પડકાર બની રહેશે, તેના લીધે ખેલાડીઓનો મોટો પુલ બનાવવો પડશે. ખેલાડીઓ પર વર્કલોડ ઓછો રાખવા તેમને સરળતાથી રોટેટ કરવા માટે તે જરૂરી છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ 2021માં થવાની છે. ભારતીય ટીમ હાલમાં પર્સેન્ટેજ પોઈન્ટ્સ ટેબલના આધારે બીજા સ્થાને છે. એ સંજોગોમાં ટીમ ફાઇનલમાં પહોંચે તેવી અપેક્ષા વધારે છે. ફાઇનલ જૂનમાં ઇંગ્લેન્ડના લોર્ડ્સ મેદાન પર રમાશે.
ઓક્ટોબર-નવેમ્બરમાં T-20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઓક્ટોબરમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે 5 મેચની T-20 સીરિઝ રમશે. વર્લ્ડ કપની તૈયારીના રૂપે આ સીરિઝ બંને દેશ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તે સિવાય ટીમે શ્રીલંકામાં પણ 5 T-20ની સીરિઝ રમવાની છે. IPL સિવાય ઇંગ્લેન્ડ સીરિઝ ભારતમાં થશે કે UAEમાં તે અંગે નિર્ણય લેવાયો નથી. 2021માં દેશમાં T-20 વર્લ્ડ કપ થવાનો છે. તે પછી 2022માં ઓસ્ટ્રેલિયામાં પણ T-20 વર્લ્ડ કપ થશે. તે સિવાય 2023માં ભારતમાં જ વન-ડે વર્લ્ડ કપ થવાનો છે. એટલે કે ત્રણ વર્ષમાં ત્રણ વર્લ્ડ કપ હંગામી ધોરણે તો રમાશે. બે ટૂર્નામેન્ટ એશિયામાં થવાની છે અને તેમાં એશિયન ટીમોનો સારો દેખાવ રહે અપેક્ષા છે.