ભારત સાથેની દુશ્મની પાકિસ્તાનને મોંઘી પડી રહી છે અને આગામી સપ્ટેમ્બરમાં રમનારી એશિયાકપની યજમાનગીરી પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે. ભારતે આ સ્પર્ધા માટે પાકિસ્તાન રમવા જવાનો ઈન્કાર કર્યો હતો તેથી આઈસીસીએ પાકમાં આ સ્પર્ધા નહી રમાડવાની જાહેરાત કરી છે અને હવે આ સ્પર્ધા અન્યત્ર સંભવત શ્રીલંકા કે બાંગ્લાદેશમાં રમાઈ શકે છે. ભારતે ત્રાસવાદ મુદે પાક સાથે આકરુ વલણ અપનાવ્યું છે અને પાક સાથેના ક્રિકેટ સંબંદો પર પૂર્ણવિરામ મુકી દીધુ છે જેના કારણે લાંબા સમયથી બન્ને દેશો વચ્ચે દ્વીપક્ષી ક્રિકેટ શ્રેણી બંધ છે. ઉપરાંત બન્ને દેશો એકબીજાના દેશના પ્રવાસ પણ કરતા નથી.હવે એશિયાકપમાં ટીમ ઈન્ડિયા પાક રમવા જો નહી તે નિશ્ર્ચિત કરી લીધુ હતું.