શુક્રવારે 24 મેના રોજ ક્રોલી કાઉન્સિલની વાર્ષિક બેઠકમાં કાઉન્સિલર શર્મિલા શિવરાજાની વરણી મેયર તરીકે કરવામાં આવી છે. કાઉન્સિલર શિવરાજા 2022થી બેવબુશ અને નોર્થ બ્રોડફિલ્ડ વોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

તેણીનો જન્મ શ્રીલંકાના જાફનામાં થયો હતો અને તેણીએ જર્મનીમાં અભ્યાસ કર્યો હતો. 2004માં ક્રોલીમાં વસવા જતા પહેલા તેણીએ ડિગ્રી પૂર્ણ કરી હતી. 2015માં તેણીએ બિઝનેસમાં BTEC HND પૂર્ણ કર્યું હતું.

સ્કૂલ ટ્રાન્સપોર્ટ ઓપરેટર તરીકે કામ કરતા અને ત્રણ બાળકોની માતા કાઉન્સિલર શિવરાજાએ પોતાની ચેરિટી તરીકે રસેલ માર્ટિન ફાઉન્ડેશન પર પસંદગી ઉતારી છે.

LEAVE A REPLY