ભારતીય પશુ કલ્યાણ બોર્ડે 14 ફેબ્રુઆરીએ એટલે કે વેલેન્ટાઇન ડેએ ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરવાની તેની અપીલને પાછી ખેંચી લીધી હતી. બોર્ડે જણાવ્યું હતું કે સક્ષમ સત્તાવાળા તથા મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના આદેશને પગલે આ નિર્ણય કર્યો છે. આ અપીલને કારણે મોટો વિવાદ પણ થયો હતો.
અગાઉ બોર્ડે એક નોટિસ જારી કરીને ગાય પ્રેમીઓને 14 ફેબ્રુઆરીના રોજ ગાયને ગળે લગાડવાની અપીલ કરીને જણાવ્યું હતું કે તેનાથી “ભાવનાત્મક સમૃદ્ધિ” આવશે તથા “વ્યક્તિગત અને સામૂહિક સુખ” વધશે. અહીં ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવામાં આવે છે. અગાઉ પશ્ચિમ સંસ્કૃતિની ઝાકઝમાળ”ની ટીકા કરતા બોર્ડે કહ્યું કે પશ્ચિમી સંસ્કૃતિની પ્રગતિને કારણે વૈદિક પરંપરા લગભગ લુપ્ત થવાના આરે છે.