રસીકરણ અંગેના રાષ્ટ્રીય ટેકનિકલ ગ્રૂપે કોરોનાની વેક્સિન કોવિશીલ્ડના પ્રથમ ડોઝ પછી આઠથી 16 સપ્તાહમાં બીજો ડોઝ આપવાની ભલામણ કરી છે. હાલમાં નેશનલ કોવિડ-19 વેક્સિનેશન સ્ટ્રેટેજી મુજબ પ્રથમ ડોઝના 12થી 16 મહિનામાં બીજો ડોઝ આપવામાં આવે છે. આમ હવે બે ડોઝ વચ્ચેના સમયગાળામાં ઘટાડો કરવામાં આવ્યો છે, રવિવારે સૂત્રોએ જણાવ્યું હતું કે હજુ ભારત બાયોટેકની કોવેક્સિનના ડોઝના સમયગાળામાં ફેરફારની કોઇ ભલામણ કરી નથી. કોવેક્સિનનો બીજો ડોઝ હાલમાં 28 દિવસ પછી આપવામાં આવે છે. કોવિશીલ્ડનો બીજો ડોઝ આઠ સપ્તાહ પછીથી આપવામાં આવે છે ત્યારે 12થી 16 સપ્તાહ બાદ આપવામાં આવેલા ડોઝ જેટલા જ એન્ટીબોડ રિસ્પોન્સ જનરેટ કરે છે.