‘’જો જનતા લોકડાઉનના નિયમોનું પાલન કરવાનું શરૂ નહિં કરે તો ઇમરજન્સી દર્દીઓએ હોસ્પિટલોથી દૂર થવું પડશે અને તે “ટાળી શકાય તેવા મૃત્યુ”નું કારણ બનશે. દરેક લોકો કે જેઓ મિત્રો અને કુટુંબીજનોને બિનજરૂરી રીતે મળે છે તેઓ ચેપ ફેલાવનાર “સાંકળની કડી” છે અને તેઓ સંવેદનશીલ લોકોના જીવનને જોખમમાં મૂકે છે’’ એમ ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર ક્રિસ વ્હિટીએ ચેતવણી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે ‘’લોકોએ એવું વર્તન કરવું ન જોઈએ કે તેમને રસી મળી ગઇ એટલે પહેલાથી જ તેમનું રક્ષણ થવાનું શરૂ થઇ ગયું છે. આપણે નોકરી-ધંધા, કસરત અને આવશ્યક પ્રવૃત્તિઓ સિવાય ઘરે જ રહેવું જોઈએ. એનએચએસ પર એક પખવાડિયામાં ભરાઇ જવાનું જોખમ છે, અને કેટલાક વિસ્તારોમાં તો તે સૌથી ખતરનાક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તે પછી દર્દીઓએ અસુરક્ષિતતાનો સામનો કરવો પડે છે અને સારવારની રાહ જુએ છે. હોસ્પિટલોમાં રીડાયરેક્ટ ઇમરજન્સી કેસ લેવાની જગ્યા નહીં હોય, સ્ટાફ અને દર્દી ગુણોત્તર પહેલાથી લંબાયેલો છે અને ICUમાં સારવાર અસ્વીકાર્ય બનશે તથા ટાળી શકાય તેવા મૃત્યુ થશે.”
કૉલેજ ઑફ પેરામેડિક્સના ચીફ એક્ઝિક્યુટિવ, ટ્રેસી નિકોલ્સે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે, હાઈ-પ્રેશરવાળા વિસ્તારોમાં એમ્બ્યુલન્સના આગમનમાં “10 કલાક” સુધીનો વિલંબ થયો છે. કેટલાક એમ્બ્યુલન્સ ક્રૂ તો દર્દીને હોસ્પિટલ સ્ટાફને સોંપવામાં નવ કલાકની રાહ જોવી પડી હતી. એમ્બ્યુલન્સ સેવા અભૂતપૂર્વ દબાણ હેઠળ છે.
વ્હીટીએ જણાવ્યું હતું કે ‘’કોવિડ સાથેની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં 20% વધારો થતો હતો. મૃત્યુનો કુલ આંક 80,000ની ઉપર ગયો છે અને અન્ય 20,000 લોકોના મોતને ટાળવું ખૂબ મુશ્કેલ રહેશે.”
વાયરસ અંગેના સરકારના નેર્વાટેગ સલાહકાર જૂથના સભ્ય ફર્ગ્યુસેને જણાવ્યું હતું કે ‘’લંડનમાં ચેતવણીજનક રીતે ઉચ્ચ સ્તરે ચેપ લાગ્યો છે. ગયા અઠવાડિયે દર 30 લોકોમાંથી એકને કોવિડ હતો. રસીને કારણે મને લાગે છે કે આપણે વૃદ્ધિ દરને ધીમો થતો જોશું.’’
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે, “એનએચએસ પરનું દબાણ ખૂબ જ ખરાબ છે અને એકમાત્ર સૌથી મોટી વસ્તુ જે કોઈ પણ કરી શકે તેમ હોય તો તે ઘરે રોકાવાનું છે.”
ડાઉનિંગ સ્ટ્રીટ સ્રોતોએ જણાવ્યું કે તેઓ નર્સરીઓને બંધ કરવાની અથવા સપોર્ટ બબલ્સને દૂર કરવાની યોજના નથી. પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકોએ નિયમોનું પાલન કરવું જ જોઇએ.