ઑક્સફર્ડ યુનિવર્સીટી દ્વારા વિકસાવવામાં આવી રહેલી કોરોનાવાઇરસની રસીને વૃદ્ધ લોકો તરફથી મજબૂત પ્રતિભાવ મળી રહ્યો છે જેને કારણે એવી આશાઓ ઉભી થઇ છે કે તે રસી સમાજના તમામ ક્ષેત્રોના લોકોનું રક્ષણ કરશે. તેમ છતાં સંશોધન એ સાબિત કરી શકતું નથી કે આ રસી રોગ સામે રક્ષણ આપે છે. ફાઈઝર અને ઑક્સફર્ડ માને છે કે શક્ય છે કે તેઓ ક્રિસમસ પહેલા તેના થોડા અઠવાડિયામાં જ રસી શોધી કાઢવાની સ્થિતિમાં હોઇ શકે છે.
લંડનની એક મોટી હોસ્પિટલ ટ્રસ્ટના સ્ટાફને ઑક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા પીએલસી દ્વારા તૈયાર કરવામાં આવેલી રસીના પ્રથમ બેચને તા. 2 નવેમ્બરના રોજ શરૂ થતા અઠવાડિયામાં જ મેળવવા માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે એવા ધ સન અખબારે સોમવારે અહેવાલ આપ્યા છે.
બીજી તરફ આરોગ્ય અધિકારીઓએ રસીને મંજૂરી મળે પછી જલ્દીથી રસી રજૂ કરવાની તૈયારીઓ વધારી દીધી હતી. કેર હોમ્સને પ્રથમ શોટ મેળવવા માટે સ્ટાફની યાદી આપવા કહેવામાં આવ્યું છે, અને મિડવાઇવ્સ, ફિઝીયોથેરાપિસ્ટ અને હેલ્થ પ્રોફેશનલ્સની સેનાને લાખો ડોઝની વ્યવસ્થા કરવા માટે તાલીમ આપવાની યોજના છે.
બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સના વૈજ્ઞાનિકો અને આરોગ્ય વડાઓએ સૂચવ્યું છે કે ક્રિસમસ પહેલા કી વર્કર્સ માટે રસી તૈયાર થઈ શકે તે શક્ય છે. જો કે તે રસી કઇ હશે અને કોણે બનાવી હશે તેની માહિતી નથી. અમેરિકાના ટોચના ચેપી રોગ વિશેષજ્ઞ એન્થોની ફૌસીએ કહ્યું છે કે “આપણે નવેમ્બરના અંત સુધીમાં કે ડિસેમ્બરની શરૂઆત સુધીમાં કોઈ રસી સલામત અને અસરકારક છે કે કેમ તે જાણી શકીશું”.
ઑક્સફર્ડના અભ્યાસમાં જણાયું છે કે 70થી વધુ વયના લોકોમાં આ રસીના કારણે એક મજબૂત એન્ટિબોડી અને ટી-સેલ ઇમ્યુન પ્રતિસાદ આપ્યો છે. પ્રારંભિક તબક્કાના હ્યુમન ટ્રાયલ્સના અગાઉના વિશ્લેષણને પગલે આ તારણો આવ્યા છે, જેમાં ખાસ કરીને 56 અને તેથી વધુ વયના સ્વયંસેવકો પર નજર રાખવામાં આવી હતી.
ઑક્સફર્ડ યુનિવર્સિટીના એન્ડ્ર્યૂ પોલાર્ડે આ તારણોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે “આ એક મહત્વનું લક્ષ્ય છે અને તે અમને ખાતરી આપે છે કે આ રસી ઉપયોગ માટે સલામત છે અને તમામ પુખ્ત વયના લોકોમાં રોગપ્રતિકારક શક્તિનુ નિર્માણ કરે છે. વૃદ્ધોને કોવિડ-19થી પીડિત થવાનું સૌથી વધુ જોખમ હોય છે અને ચિંતા કરવામાં આવે છે કે તેમને રસી દ્વારા સુરક્ષા મળશે કે કેમ? કારણ કે જૂની રોગપ્રતિકારક શક્તિ ઘણીવાર રસીઓને નબળી પ્રતિક્રિયા આપે છે.
આ તારણો પ્રકાશન માટે સબમિટ કરવામાં આવ્યા છે અને અન્ય વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે તેઓ સંપૂર્ણ એસેસમેન્ટ કરતા પહેલા સંપૂર્ણ ડેટાની રાહ જોશે.
ઑક્સફર્ડની રસી, તેના એડવાન્સ ફેઝ 3 ટ્રાયલમાં સારી રીતે પ્રગતિ કરી રહી છે, જે રસીની મંજૂરી પહેલાંના પરીક્ષણનો અંતિમ તબક્કો છે. બ્રિટન, યુ.એસ., દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં 50,000 જેટલા લોકો ટ્રાયલમાં ભાગ લઈ રહ્યા છે. ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ ફાઇઝર અને મોડર્ના પણ સમાન રીતે અદ્યતન રસી પર સંશોધન ચાલી રહ્યું છે જેનુ 40,000 લોકો પર પરીક્ષણ ચાલી રહ્યુ છે.