સમગ્ર બ્રિટનમાં લોકોને આજ સુધી 89.5 મિલિયનથી વધુ રસીઓ આપવામાં આવી છે. નિષ્ણાતો નાના બાળકોને રસી આપવા બાબતે ખૂબ સાવધ અભિગમ અપનાવી રહ્યા છે અને હંમેશા નવીનતમ પુરાવાઓની સમીક્ષા કરી રહ્યા છે. બાળકો માટે ઉપયોગી હશે તો જ તેમને રસી આપવામાં આવશે.
હાલમાં 16 અને 17 વર્ષના બાળકોને રસી અપાઇ રહી છે અને નિષ્ણાતો આ વય જૂથના લોકોને ક્યારે રસીનો બીજો ડોઝ આપવો શ્રેષ્ઠ છે તેના વિષે પુરાવા પર વિચાર કરી રહ્યા છે. આવું જ તંદુરસ્ત એવા 12થી 15 વર્ષના બાળકોને રસી આપવી કે નહિં તેના નિર્ણયનું છે. બીજી તરફ સપ્ટેમ્બરમાં શાળામાં પાછા ફરતા પહેલા તે વય જૂથના નબળી આરોગ્ય સ્થિતિ ધરાવતા બાળકોને પહેલેથી જ રસી માટે આમંત્રિત કરવામાં આવી રહ્યા છે.
સ્કોટલેન્ડમાં લગભગ 16 અને 17 વર્ષના 40 ટકા બાળકોને કોરોનાવાઇરસ રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. આ વય જૂથના લોકોને રસી આપવાનું શરૂ થયાના પખવાડિયામાં લગભગ 44,000 કિશોરોને રસી અપાઇ છે.