ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોના પેનોરેમિક ટ્રાયલની તપાસમાં બહાર આવ્યું છે કે એન્ટિવાયરલ ટ્રીટમેન્ટ મોલનુપીરાવીરથી કોવિડ-19થી હોસ્પિટલમાં દાખલ થવાના બનાવો અને રસી અપાયેલા લોકોના મૃત્યુના વધારે જોખમને ઘટાડી શકતું નથી.
કોવિડ-19 સામેની પ્રથમ સારવાર મોલનુપીરાવીરની અસરકારકતાની તપાસ કરતી ક્લિનિકલ ટ્રાયલના તારણો ધ લેન્સેટમાં પ્રકાશિત થયા હતા. આ સારવાર ઝડપી રીકવરીના સમય સાથે સંકળાયેલી હતી અને વાયરલ ડિટેક્શન અને લોડમાં ઘટાડો થયો હતો. મોલનુપીરાવીર મેળવનાર લોકોએ સામાન્ય સંભાળ મેળવનારાઓની સરખામણીમાં વધુ સારી લાગણી દર્શાવી હતી.
પેનોરમિકે મોલનુપીરાવીર વિશે જે પુરાવા રજૂ કર્યા છે તે વિશ્વભરમાં કોવિડ-19 માટે સારવારના નિર્ણયોનું માર્ગદર્શન કરશે.