યુકે સરકાર શિયાળાના બીજી તરંગની તૈયારીના ભાગ રૂપે, નિયમિત સાપ્તાહિક કોવિડ-19ના ટેસ્ટીંગની અજમાયશ કરનાર છે. પૂર્વ હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટે આવા ટેસ્ટીંગને કાયમી ધોરણે કરવા હાકલ કરી હતી.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે ‘’સરકાર ટેસ્ટીંગની ક્ષમતા વધારી શાળાઓ અને કોલેજો તેમજ સમગ્ર વસ્તીમાં ટેસ્ટીંગનું પુનરાવર્તન કરવાના અસરકારક ટ્રાયલ માટે વધારાના કોમ્યુનિટી પાઇલટ્સ પ્રોજેક્ટ શરૂ કરવા £500 મિલિયન ખર્ચ કરવા પ્રતિબદ્ધ છે. નવી ટેસ્ટ કીટની કસોટી પણ કરાશે જે 20 મિનિટની અંદર પરિણામ આપી શકે છે. પાઇલોટ્સ યોજનાની સેલ્ફોર્ડમાં શરૂઆત કરવામાં આવી છે.
જેરેમી હન્ટ હાલમાં હેલ્થ સિલેક્ટ કમિટીના અધ્યક્ષ છે. તેમણે કહ્યું હતું કે યુકેએ મોટા પ્રમાણમાં વસ્તીનું ટેસ્ટીંગ સ્વીકારવું જોઈએ. “હું ખરેખર સંપૂર્ણ ટેસ્ટીંગ પ્રોગ્રામને વિસ્તૃત કરવા માંગુ છું જેથી આપણે લગભગ એક એવા તબક્કે પહોંચી શકીએ જ્યાં આપણે દર અઠવાડિયે સમગ્ર વસ્તીનું ટેસ્ટીંગ કરી શકીએ. શરૂમાં દર અઠવાડિયે બધા એનએચએસ સ્ટાફ અને બધા શિક્ષકોની તપાસ કરીશું, જેથી લોકો હોસ્પિટલોનો ઉપયોગ કરે અથવા તેમના બાળકો શાળાએ જાય ત્યારે તેમને વિશ્વાસ થાય કે તેઓ કોરોનાવાયરસ મુક્ત ઝોન છે.”
હન્ટે કહ્યું હતું કે ‘’રસી વિકસાવતા પહેલા માસ પરીક્ષણ એ વાયરસ સામેનું મુખ્ય ટુલ છે. સૈદ્ધાંતિક રૂપે સૌએ સામાજિક અંતર રાખવાની જરૂર રહેશે. સાઉધમ્પ્ટનમાં પાઇલટના પ્રથમ તબક્કામાં લગભગ 10,000 લોકોએ ભાગ લીધો હતો