બ્રિટનની બહુ બદનામ થયેલ મલ્ટિ-બિલિયન પાઉન્ડની કોવિડ-19 ટેસ્ટ-એન્ડ-ટ્રેસ સિસ્ટમમાં સુધારો થયો છે, પરંતુ તેમ છતાં તે પોતાનું લક્ષ્ય સિધ્ધ કરવામાં નિષ્ફળ ગઇ છે. લક્ષણો ન જણાતા હોય તેવા કોરોનાવાઇરસના કેસો શોધવા માટે લાખો પરીક્ષણો કરાયા હોવા છતાં તેના પરિણામો નોંધાયા નથી એમ સંસદના સ્પેન્ડીંગ વોચડોગે શુક્રવારે જણાવ્યું હતું.
આ પ્રોજેક્ટ પાછળ 22 બિલિયન પાઉન્ડનું બજેટ આપવામાં આવ્યું હતું પરંતુ તે ટ્રાન્સમિશનની સાંકળ તોડવાના તેના પ્રાથમિક ઉદ્દેશમાં નિષ્ફળ ગઇ છે. નેશનલ ઑડિટ ઑફિસે જણાવ્યું હતું કે એનએચએસ ટેસ્ટ એન્ડ ટ્રેસ સર્વિસે તેની ક્ષમતામાં વધારો કર્યો હતો અને ગયા વર્ષે એક અહેવાલમાં જણાવાયું છે કે તે તેના ઉદ્દેશોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે.
ડિસેમ્બરના કેસોમાં ઉછાળા દરમિયાન, ફક્ત 17 ટકા લોકોને 24 કલાકમાં કોવિડ ટેસ્ટના રીઝલ્ટ મળ્યા હતા. જ્યારે લક્ષ્યાંક 90 ટકા લોકોનું હતું એમ ONSએ જણાવ્યું હતું. ઓક્ટોબરમાં લક્ષણ વગરના કેસ શોધવા માટે સરકારે એક સામૂહિક ટેસ્ટીંગ કાર્યક્રમ શરૂ કર્યો હતો અને ઇંગ્લેન્ડમાં 691 મિલિયન લેટરલ ફ્લો ટેસ્ટ કીટ મોકલવામાં આવી હતી, પરંતુ માત્ર 14 ટકા એટલે કે 96 મિલિયન ટેસ્ટ માટે પાછા આવ્યા હતા.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “દેશભરમાં આપવામાં આવતા ટેસ્ટ એન્ડ ટ્રેસ યોજના દરરોજ જીવન બચાવી રહી છે અને ટ્રાન્સમિશનની સાંકળો તોડીને અને રોગચાળો શોધવામાં મદદ કરે છે. 3.4 મિલિયન પોઝીટીવ કેસો કેસો શોધી કાઢ્યા છે અને 7.1 મિલિયન લોકોને આઇસોલેટ થવા જણાવ્યું છે.