નેશનલ ફાર્મસી એસોસિએશનના સભ્ય અને પર્લ કેમિસ્ટ્સના માઇક પટેલે આ અઠવાડિયે લંડનના હેલ્થ એન્ડ સોશ્યલ કેર વિભાગના હેલ્થ મિનીસ્ટર્સ અને ડઝનેક અધિકારીઓને ફલૂ સકામે સુરક્ષા આપતી રસી આપી હતી. આજે, ફાર્મસી મિનીસ્ટર જો ચર્ચિલને ગ્રીનલાઇટ ફાર્મસીમાં તેમની ફ્લૂ જેબ આપવામાં આવી હતી. આ વ્યવસ્થા કરવા બદલ તેમણે એનપીએનો આભાર માન્યો હતો.
એનપીએના ચીફ એક્ઝિક્યુટિવ, માર્ક લ્યોનેટે કહ્યું હતું કે “હેલ્થ એન્ડ સોશ્યલ કેર વિભાગના હેલ્થ મિનીસ્ટર્સ અને અધિકારીઓને ફ્લૂ સામે રસી આપવાની વ્યવસ્થા કરતા અમને આનંદ થયો છે. આ પ્રસંગ એ સંદેશને ફેલાવે છે કે લોકો તેમની સ્થાનિક ફાર્મસીમાં સગવડ સાથે વિવિધ સેટિંગ્સમાં ફલૂ સામે પોતાને સુરક્ષિત રાખી શકે છે. વરિષ્ઠ રાજકારણીઓ માટે તે વધુ એક રીમાઇન્ડર છે કે ફાર્મસીઓ મહત્વની જાહેર આરોગ્ય સુવિધાઓ છે, જેને દર્દીની સંભાળ અને વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ટેકોની જરૂર હોય છે.”