આધેડ વયના હજારો લોકો રોગચાળા દરમિયાન જીપી સેવાઓથી દૂર રહ્યા હોવાના કારણે તથા સ્ટેટિન્સ અથવા રોગ નિવારક દવાઓ લેવાનું ચૂકી ગયા હોવાથી હૃદયની બીમારીના કારણે મૃત્યુ પામ્યા હોવાની ચિફ મેડિકલ ઓફિસર સર ક્રિસ વ્હિટીએ મંત્રીઓને ચેતવણી આપી છે.

વ્હિટી આ વર્ષે અટકાવી શકાય તેવી પરિસ્થિતિઓમાં સામાન્ય કરતાં વધુ સંખ્યામાં મૃત્યુને લઈને વધુને વધુ ચિંતિત થઈ રહ્યા છે.

2020 અને ગયા વર્ષ દરમિયાન કટોકટી સિવાય ઘરે રહેવાની વિનંતીઓ અને NHS ને પરેશાન કરવાની લોકોની અનિચ્છા બાદ ગયા વર્ષે વસંત ઋતુ પછી મૃત્યુમાં વધારો થયો હતો. હાલમાં અઠવાડિયામાં લગભગ 800 વધુ લોકો સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં મૃત્યુ પામી રહ્યા છે, જેમાંથી માત્ર અડધા લોકો જ કોવિડને કારણે છે.

એમ્બ્યુલન્સમાં વિલંબ મૃત્યુની સંખ્યાને વધારતું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કારણ કે NHS હૃદયરોગના હુમલા અને સ્ટ્રોકની તાત્કાલિક સારવાર માટે લોકો સંઘર્ષ કરી રહ્યા હતા. રોગચાળા દરમિયાન બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને લાખો લોકોએ કસરતમાં ઘટાડો કરતા, વધુ દારૂ પીતા આમ થયું હતું.

વ્હીટીએ રજૂ કરેલા ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં 50થી 64 વર્ષની વયના પુરુષોમાં 5,170 જેટલા નોન-કોવિડ મૃત્યુ વધારાના થયા હતા. અન્ય વય જૂથોમાં સામાન્ય કરતાં ઓછા મૃત્યુ હોવા છતાં સમાન વયની સ્ત્રીઓમાં 1,907 વધુ નોન-કોવિડ મૃત્યુ હતા. છેલ્લા બે વર્ષમાં હાઈ બ્લડ પ્રેશરથી સામાન્ય કરતાં 2,826 વધુ મૃત્યુ થયા છે. 2,806 મરણ હૃદયની નિષ્ફળતા અને અન્ય તકલીફોથી અને 3,389 મરણ અનિયમિત ધબકારાથી થયા છે.

ઓએનએસના આંકડાઓ ડાયાબિટીસથી 3,834 વધારાના મૃત્યુ તથા લીવર સિરોસિસથી 3,834 વધારાના મૃત્યુ દર્શાવે છે. ONS આંકડાઓએ 2021 માં 9,641 મૃત્યુ આલ્કોહોલથી થયા હોવાનું દર્શાવ્યું હતું.

LEAVE A REPLY