કોરોનાવાયરસ સામે લડવા માટે આપણે સૌથી મહત્વનુ પગલુ જો લઇ શકીએ તો તે છે ઘરે રહેવુંતે આપણાં જીવનને પણ બચાવશે અને એનએચએસનું પણ રક્ષણ કરશે.

કોઈ પણ વ્યક્તિ કોરોનાવાયરસને ફેલાવી શકે છે અને તેથી જ સરકારે નવા પગલાં રજૂ કર્યા છેજે હવે અમલી બની ચૂક્યા છે અને હાલને તબક્કે ત્રણ અઠવાડિયા સુધી ચાલશે.

આપણે બધાએ આ નવા પગલાંને અનુસરવું જોઈએ.

પોલીસ સહિતના સંબંધિત અધિકારીઓને તે લાગુ કરવાની સત્તાઓ આપવામાં આવી છે.

તો આ નવા નિયમોનો ખરેખર અર્થ શું છે?

ઘરે રહેવું

ઘર છોડવાના કારણો આ મુજબ છે:

•  મૂળભૂત જરૂરીયાતો માટે ખરીદી કરવા જવુ અથવા દવા લેવા જવુ

•  જો તમે ઘરેથી કામ કરી શકો તેમ ન હો ત્યારે કામ પર જવા મુસાફરી કરવી.

•  દિવસમાં એકવારએકલા અથવા તમારા ઘરના સભ્યો સાથે કસરત કરવા જવું.

આ પ્રવૃત્તિઓ કરતી વખતે પણ તમારે ઘરની બહાર રહેવાનો સમય ઓછો કરવો જોઈએ અને જેમની સાથે તમે રહેતા ન હો તેમનાથી હંમેશા 2 મીટર દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.

જાહેર મેળાવડા બંધ કરો

લોકો ઘરે રહે અને એકબીજાથી અલગ રહે તેની ખાતરી કરવા માટે સરકારે બે કરતા વધારે લોકો હાજર રહે તેવા તમામ જાહેર મેળાવડાઓને પણ અટકાવી દીધા છે.

આપણે બીજાનેમિત્રો અને કુટુંબીજનોને પણ મળવું જોઈએ નહીં.

તમે પોતાને બચાવવા માટે શું કરી શકો?

સાબુ અને પાણીનો ઉપયોગ કરી તમારા હાથ 20 સેકંડ માટે નિયમિતપણે ધુઓ અથવા હેન્ડ સેનિટાઇઝર વાપરો.

આપણે બધા કઇ રીતે આ નવા નિયમોને પાળી શકીએ ?

શ્રેષ્ઠ બાબત એ છે કે તમે તમારા નિત્યક્રમને કેવી રીતે અનુકૂળ થઇ શકો તેનુ આયોજન કરોતમે તૈયારી કરી શકો તે માટેની કેટલીક રીતો આ મુજબ છે.

•  તમારા પડોશીઓ અને કુટુંબીઓ સાથે વાત કરો અને તેમની સાથે ફોન નંબરની આપલે કરો.

•  તમારા ઘરમાં જેઓ સંવેદનશીલ હોય તેમના માટે વિચારો અને આયોજન કરો.

•  પડોશીઓશાળાઓએમ્પ્લોયરકેમિસ્ટએનએચએસ 111 ના ફોન નંબરની યાદી બનાવો.

•  શક્ય હોય તો ઑનલાઇન શોપિંગ એકાઉન્ટ્સ સેટ કરો.

 

રેડબ્રીજના જી.પીડૉસુદે કહ્યું હતુ કે “દક્ષિણ એશિયાઈ સમુદાયના દરેક લોકો આ નવા નિયમોનું પાલન કરે તે ખૂબ મહત્વનું છેહું આ બાબતે વધુ દબાણ કરી શકતો નથીઅન્ય લોકો સાથેનો રોજે રોજનો દૈનિક સંપર્ક ઓછો કરવા માટે નિયમો અમલમાં લાવવામાં આવ્યા છેતે કોરોનાવાયરસના ટ્રાન્સમિશન દરને ઘટાડવાના અમારા પ્રયત્નોનો એક મહત્વપૂર્ણ ભાગ છેઅમે જાણીએ છીએ કે તે સરળ નથીપરંતુ જો આપણે બધા આ નવા નિયમોનું પાલન કરીશુ તો એ પગલાં એનએચએસનું રક્ષણ કરશે અને જીવન બચાવશે.”

વધુ માહિતી માટે જુઓ વેબસાઇટ:

www.gov.uk/coronavirus