યુકે રીસર્ચ એન્ડ ઇનોવેશન (UKRI) અને બાયોટેકનોલોજી વિભાગ (ડીબીટી), મિનીસ્ટ્રી ઑફ સાયન્સ એન્ડ ટોક્નોલોજી અને અને ભારત સરકારે યુ.કે. અને ભારતમાં સાઉથ એશિયનની વસ્તીમાં કોવિડ-19ની ગંભીરતાને સમજવા માટે કેન્દ્રિત સહયોગી સંશોધનને સમર્થન આપવા માટે સંયુક્ત ભંડોળની પહેલ શરૂ કરી રહ્યું છે.
કોવિડ-19 રોગચાળો શરૂ થયો ત્યારથી, ડીબીટી અને યુકેઆરઆઈએ કોવિડ-19 સંશોધનમાં નોંધપાત્ર ઝડપી રોકાણ કર્યું છે. મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (એમઆરસી) અને ઇકોનોમિક એન્ડ સોશ્યલ રિસર્ચ કાઉન્સિલે (ઇએસઆરસી) ના માધ્યમથી આ મજબૂત આધાર પર યુકેઆરઆઈ યુ.કે.ના એકમને ટેકો આપવા માટે £4 મિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે, જેમાં ભારતીય એકમોના સમર્થનમાં ડીબીટી દ્વારા તેટલી જ રકમ પૂરી પાડવામાં આવશે.
આ સંયુક્ત ભંડોળની તક, નવા સંશોધન પ્રોજેક્ટ્સને સમર્થન આપશે જે બંને દેશોના જુદા જુદા વાતાવરણમાં સંબંધિત વંશીય જૂથોના અધ્યયન દ્વારા, રોગચાળાને સમજવાનો પ્રયાસ કરી રહ્યાં છે. સફળ પ્રોજેક્ટ્સ રોગના યાંત્રિક અભ્યાસ, વાઈરોલોજી, રોગપ્રતિકારક શક્તિ અને પેથોફિઝિયોલોજી, એપીડેમીયોલોજી અને બિહેવીયરલ સાયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
યુકે રિસર્ચ એન્ડ ઇનોવેશનના ચીફ એક્ઝિક્યુટિવ, પ્રોફેસર ડેમ ઑટોલીન લેયઝરે કહ્યું હતું કે “યુકેમાં, ઉભરતા પુરાવાઓ બતાવે છે કે, વય અને અન્ય સોસ્યોડેમોગ્રાફીક પરિબળોને ધ્યાનમાં લીધા પછી, શ્યામ, એશિયન અને લઘુમતી વંશીય (BAME) પૃષ્ઠભૂમિના લોકોના ગોરા લોકોની સરખામણીએ કોવિડ-19ના કારણે મૃત્યુની સંભાવના લગભગ બમણી છે.
ભારતના બાયોટેકનોલોજી વિભાગના સચિવ ડૉ. રેનુ સ્વરૂપે કહ્યું હતું કે “આ સંયુક્ત કાર્યક્રમ ભારત-યુકે સંશોધન સહયોગના મજબૂત પાયા પર આધારીત છે અને ભારત અને યુકે બંનેની દક્ષિણ એશિયાઈ વસ્તીમાં કોવિડ-19 ચેપની ગંભીરતા સમજવા માટે અમારી સામૂહિક કુશળતાને એકસાથે લાવવાની તક છે.