કોવિડ સપોર્ટ સ્કીમ્સમાં છેતરપિંડી અને કૌભાંડોને કારણે કરદાતાને £30 બિલિયનનું નુકશાન થયું છે એવી સાંસદોએ ચેતવણી આપી છે. એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘બાઉન્સ-બેક લોન’ની £27 બિલિયન સુધીની રકમ બિઝનેસીસ પડી ભાંગતા કે છેતરપીંડી કરાતા કદી સરકારને પરત ચૂકવાશે નહીં. ઓવર-ક્લેઇમિંગ કરાયેલી યુનિવર્સલ ક્રેડિટનો આંક પણ વધીને £5.5 બિલિયનની સર્વાધિક ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે.
કૉમન્સની પબ્લિક એકાઉન્ટ કમિટિને ડર છે કે, રોગચાળાને કારણે અસર પામેલા બિઝનેસીસ અને લોકોને બચાવવા માટે રચાયેલ ભંડોળમાંથી પણ વધુ વિશાળ રકમ પાછલા વર્ષમાં ગુમ થઈ શકે છે. કોરોનાવાયરસ ત્રાટકતા પહેલા જ છેતરપિંડી અને ભૂલથી સરકાર £51.8 બિલિયન ગુમાવી ચૂકી છે.
સમિતિના અધ્યક્ષ ડેમ મેગ હિલિયરે ગઈકાલે રાત્રે કહ્યું હતું: ‘સરકાર જાણે છે કે તે કર અને બેનીફીટ સીસ્ટમમાં છેતરપિંડી અને ભૂલથી વર્ષે £26 બિલિયન ગુમાવી રહી છે, પરંતુ બીજા £25 બિલિયન ક્યાં ગયા તેની ખબર નથી તેની પણ કબૂલાત પણ કરે છે.
બાઉન્સ-બેક લોન્સમાંની મુખ્ય ભૂલ થઇ હતી જેમાં સરકારે બેંકોને ન્યૂનતમ ચકાસણી કરી લોન આપવા પ્રોત્સાહિત કરી હતી અને જો બિઝનેસ લોન ભરવામાં નિષ્ફળ જાય તો સરકાર તે ચૂકવવાની હતી. બેન્કોએ પણ ચિંતા વગર લોનો આપે રાખી હતી.