ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા મુજબ કોરોનાવાયરસથી સાપ્તાહિક મૃત્યુની સંખ્યા માર્ચ માસ પછી સતત ત્રીજા સપ્તાહથી ઉચ્ચતમ સ્તર પર છે. 13 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 571 મૃત્યુ નોંધાયા હતા. તેને પહેલાના અઠવાડિયે 527, અને તે પહેલા 404 લોકો મરણ પામ્યા હતા. 26 માર્ચે પૂરા થતા સપ્તાહે આ આંકડો 719નો હતો.
13 ઓગસ્ટ સુધીના સપ્તાહે નોંધાયેલા 18માંથી 1 મૃત્યુના પ્રમાણપત્ર પર કોવિડ-19નો ઉલ્લેખ હતો. તાજેતરના સપ્તાહમાં કોવિડ-19ના કારણે મરણ પામેલા 571 લોકો પૈકી 512 લોકોના મૃત્યુ પાછળ 90 ટકા લોકોમાં વાયરસ મૂળ કારણ હતું. યુકેમાં મૃત્યુ પામનારા કુલ 156,958ના લોકોના મૃત્યુ પ્રમાણપત્ર પર કોવિડ-19નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 19 જાન્યુઆરીએ એક જ દિવસે સૌથી વધુ 1,484 અને ગયા વર્ષે 8 એપ્રિલના રોજ દૈનિક મરણ સંખ્યા 1,461 ઉપર પહોંચી હતી.
ઓએનએસના ડેટા મુજબ ઓગસ્ટના બીજા સપ્તાહમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં એકંદરે 10,372 મૃત્યુ નોંધાયા છે, જે અગાઉના સપ્તાહ કરતા 185 અને 14 ટકા વધારે છે. અથવા પાંચ વર્ષની સરેરાશ કરતા 1,270 મૃત્યુ વધારે છે.
ખાનગી ઘરોમાં થયેલા મૃત્યુ પાંચ વર્ષની સરેરાશ કરતા 36 ટકા, કેર હોમ્સમાં 11 ટકા અને હોસ્પિટલોમાં 6 ટકા વધારે મૃત્યુ થયા છે.