ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત કરાયેલ આર્ટર્ફીશીયલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કોવિડ-19નું નિદાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ફોન પર ઉધરસ ખાઇને લોકો કોવિડ-19 છે કે નહિં તે ચકાસવા માટે સંશોધન કરી એપ વિકસાવાયું છે.
કોવિડ-19 સ્વેબ ટેસ્ટ પરની નિર્ભરતાને મોટા પ્રમાણમાં ઘટાડવા માટે આ સ્માર્ટફોન એપ્લિકેશન દર્દીની ખાંસીનો અવાજ રેકોર્ડ કરે છે અને તરત જ બતાવે છે કે જે તે વ્યક્તિને કોરોનાવાઇરસ છે કે નહિં. આ એપ બનાવનારા કહે છે કે તે એપ 90 ટકાથી વધુ સચોટ છે.
અમેરિકન ફાર્માસ્યુટિકલ જાયન્ટ ફાઈઝરે ગયા અઠવાડિયે આ ResApp ખરીદવા માટે £57 મિલિયનની ઓફર કરી હતી. એપ બનાવનારા ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સ્થિત ડેવલપરે 6,000 પ્રકારના ઉધરસના ડેટાબેઝને રોકર્ડ કર્યા છે. તેઓ આશા રાખે છે કે ટૂંક સમયમાં જ આ એપ્લિકેશન લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને સ્વિટ્ઝર્લૅન્ડના ડૉક્ટરો રિમોટ ટેલિહેલ્થ એપોઇન્ટમેન્ટ દરમિયાન અસ્થમા અને ન્યુમોનિયાનું નિદાન કરવા માટે એપ્લિકેશનના સંસ્કરણનો ઉપયોગ કરી રહ્યાં છે.