બે અભ્યાસો સૂચવે છે કે જો વ્યક્તિને કોરોનાવાયરસવો ચેપ લાગ્યો હોય અને તેણે રસી પણ મેળવી હોય તો તેમના શરીરમાં કોરોનાવાયરસના એન્ટિબોડીઝ વર્ષો સુધી ટકી શકે છે. રોગપ્રતિકારક પ્રતિક્રિયાના ભાગ રૂપે ઉત્પન્ન થયેલ અસ્થિ મજ્જા (બોન મેરો)ના કોષો વાયરસને યાદ રાખે છે અને ભવિષ્યના ચેપ સામે સંરક્ષણ આપે તેવા લાંબો સમય ચાલે તેવા એન્ટિબોડીઝ ઉત્પન્ન કરી શકે છે.
આ કોષો ઓછામાં ઓછા એક વર્ષના સમયગાળા દરમિયાન મજબૂત બને છે અને જે લોકોએ આ સ્તરના એન્ટીબોડીઝ વિકસાવી દીધા છે તેમને નોંધપાત્ર સમય માટે રસીના બૂસ્ટર શોટની જરૂર નહીં પડે.
આ અઠવાડિયે નેચર અને બાયો-આરક્ષીવ નામની પ્રી-પ્રિન્ટ ઑનલાઇન સંશોધન સાઇટ પર આ અંગેના બે અભ્યાસ લેખો પ્રકાશીત થયા હતા. નેચરના સ્ટડીઝનું નેતૃત્વ કરનાર સેન્ટ લૂઇસના વૉશિંગ્ટન યુનિવર્સિટીના આસીસ્ટન્ટ પ્રોફેસર, અલી એલેબેડીએ જણાવ્યું હતું કે “આ કોષો રોગપ્રતિકારક પ્રતિક્રિયાના ભાગ રૂપે પેદા કરવામાં આવ્યા છે અને તેઓ આ તબક્કે ખૂબ લાંબા સમય સુધી જીવે છે. તેઓ શાંત રહે છે અને અસ્થિ મજ્જામાં બેસીને એન્ટિબોડીઝનું સ્ત્રાવ કરવાનું ચાલુ રાખે છે. આ કાર્ય તેઓ અનિશ્ચિત રીતે કરવાનું ચાલુ રાખશે.”