લોકોમાં કોવિડ રોગચાળા સામે સ્થાયી પ્રતિરક્ષા ઉભી થઇ રહી છે અને તેની સાબિતી છે લોકોનો નીચો કોવિડ રિઇન્ફેક્શનનો દર. હાલમાં કોવિડ-19 રિઇન્ફેક્શનનો દર ખૂબ જ ઓછો છે.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના કોવિડ-19 માટેના સ્ટ્રેટેજીક ડાયરેક્ટર ડૉ. સુસાન હોપકિન્સે જણાવ્યું હતું કે, “તમને કોવિડ-19નો ચેપ એક કરતા વધારે વાર લાગી શકે છે. પરંતુ ડેટા હાલમાં સૂચવે છે કે રસીના બંને ડોઝ લેવાનું અને દરેક સમયે કોવિડના માર્ગદર્શનનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.”
જેમને ચેપ લાગી ચૂક્યો હતો તેવા ચાર મિલિયન જેટલા લોકોના વિશ્લેષણ બાદ જણાયું હતું કે તેમાંથી ખૂબ જ ઓછા એટલે કે ફક્ત 0.4 ટકા અથવા લગભગ 16,000 લોકોને કોરોનાવાયરસનો ફરીથી ચેપ લાગ્યો હતો. જેનો અર્થ એ છે કે તેઓ અગાઉ કરાયેલા પોઝીટીવ ટેસ્ટના 90 દિવસથી વધુ સમય પછી આવ્યા હતા. તેમાંથી 478 લોકો એવા હતા જેમને તે વખતે ફરી રહેલા વેરિયન્ટનો ચેપ લાગ્યો નહતો.
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે કહ્યું હતું કે ‘’ડેટા બતાવે છે કે ચેપથી પ્રાપ્ત થયેલ પ્રતિરક્ષા ઓછામાં ઓછા એક વર્ષ સુધી મજબૂત રહે છે.