કોરોના વાઈરસના રોગચાળાના કારણે લોકડાઉન જાહેર થયા અને પ્રવાસ ઉપર નિયંત્રણો મુકાયા તેના કારણે ભારતમાં ફસાઈ ગયેલા વિદેશી નાગરિકોના વીસા ભારત સરકારે 30 એપ્રિલની મધ્ય રાત્રી સુધી સૌ માટે સમાન રીતે લંબાવવાની જાહેરાત કરી છે.
ભારતની હોમ મિનિસ્ટ્રીએ સોમવારે (13 એપ્રિલ) જાહેરાત કરી હતી કે ભારતમાં વસતા વિદેશીઓ માટે ‘ગ્રેટિસ’ બેસીઝ પર (વિના મૂલ્યે, ફ્રી ઓફ કોસ્ટ) કોન્સ્યુલર સેવાઓ તેમજ કોરોના વાઈરસના રોગચાળાના કારણે ભારતના પ્રવાસે આવેલા અને જેમના વીસા 1લી ફેબ્રુઆરી, 2020 થી 30 એપ્રિલ, 2020 સુધીમાં કોઈપણ તારીખે પુરા થતા હોય તેવા તમામ વિદેશીઓના વીસા એકસમાન ધોરણે 30 એપ્રિલની મધ્ય રાત્રી સુધી લંબાવી આપ્યા છે.
એ માટે વિદેશી નાગરિકોએ ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે અને તે વધારાની મુદત માટે કોઈએ કોઈ ચાર્જીસ પણ ચૂકવવાના રહેશે નહીં. અગાઉ, આ રીતે વીસાની મુદત 15 એપ્રિલ સુધી લંબાવાઈ હતી, તે હવે 30 એપ્રિલ સુધીની કરાઈ છે.