વસ્તીમાં જુદા જુદા જૂથો માટેના કેસોની સંખ્યા અને આરોગ્યના પરિણામો પર અસર કરતા પરિબળો વિષેનો વધુ મજબૂત ડેટા એકત્રીત કરવા મોટી કવાયતના ભાગ રૂપે કોવિડ-19 ધરાવતા લોકોના હજારો હેલ્થ રેકોર્ડ્સની તપાસ કરવામાં આવનાર છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની આગેવાની હેઠળની ઝડપી સમીક્ષાના એક ભાગ તરીકે જાતિ, વંશ, વય અને સ્થૂળતા જેવા જુદા જુદા પરિબળો ધરાવતા લોકો પર કોવીડ-19 કેવી રીતે પ્રભાવિત થાય છે અને તેમના પર કેવી અસર પડે છે તે સારી રીતે સમજવા માટે આ કવાયત આદરવામાં આવી છે.
આ સમીક્ષા બેઘર થનાર, રફ સ્લીપર જેવા નબળા જૂથો પર ધ્યાન આપશે અને તપાસ કરશે કે તેમના પર વાયરસ કેવી રીતે અસર કરે છે અને તેમના સ્વાસ્થ્યના પરિણામો પર શું અસર પડે છે. જ્યાં પીએચઇ પાસે કેસોની જાણકારી હાથવગી છે તેવા ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓ સંબંધિત જૂથોને લાગેલા ચેપના પરિણામ પર વિશ્લેષણ કરવામાં આવશે.
હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી, મેટ હેનકોકે કહ્યું હતુ કે “આ વાયરસથી થતા દરેક મૃત્યુ એક દુર્ઘટના છે અને દરેક આંકડા પાછળ એક નામ, એક પ્રિયજન અને એક એવું કુટુંબ હોય છે જે ફરી ક્યારેય સાથે નહીં હોય. આરોગ્યની અસમાનતાઓને ઘટાડવાના અમારા સતત પ્રયત્નના ભાગ રૂપે, અમે મેદસ્વીતા, વંશીયતા, વય, લિંગ અને ભૌગોલિક સ્થાન જેવા વિવિધ પરિબળો પર વિચારણા કરવા પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને આદેશ આપ્યો છે. આ વાયરસથી આપણા કી વર્કરો અને ફ્રન્ટલાઈન એનએચએસ અને સોશ્યલ કેર સ્ટાફ સહીત કોઈની સંવેદનશીલતા પર કેવી અસર પડે છે તેની નોંધ રાખવામાં આવશે.’’
હેનકોકે કહ્યું હતુ કે “તે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને જટિલ કાર્ય છે, પરંતુ આ દેશના લોકોના જીવનને સુરક્ષિત રાખવા અને રોગના પ્રસારને મર્યાદિત કરવા, આ વાયરસ જુદી જુદી રીતે જુદા જુદા જૂથોને કેવી રીતે અસર કરી શકે છે તે શોધવુ જરૂરી છે.’’
આ સમીક્ષા કોવિડ-19ની જુદા જુદા જૂથો પર અપ્રમાણસર અસર થઈ શકે છે અને વંશીયતા, સ્થૂળતાના સ્તર અથવા લિંગ જેવા અન્ય પરિબળોના સંભવિત અસરો વિષે તપાસ કરી શકે છે. આ સમીક્ષા કોવિડ-19 કેસોના પ્રયોગશાળાના રેકોર્ડને પણ હાલના આરોગ્ય રેકોર્ડ સાથે ચેક કરશે.
લંડનના પબ્લિક હેલ્થ ડિરેક્ટર પ્રોફેસર કેવિન ફેન્ટન આ સમીક્ષાનું નેતૃત્વ કરશે જેમાં ટ્રેવર ફિલિપ્સ, ઓબીઇ સહિતના વિશાળ જૂથ દ્વારા ટેકો આપવામાં આવશે. પ્રોફેસર કેવિન ફેન્ટને જણાવ્યું હતું કે “રોગો લોકોના જુદા જુદા જૂથોને કેવી રીતે અસર કરે છે તેની ચોક્કસ સમજણ રાખવી એ ખરેખર અગત્યનો મુદ્દો છે અને તે પીએચઇની ભૂમિકાનો મૂળભૂત ભાગ છે. વિગતવાર અને સાવચેતીભર્યું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી આપણે તેને વધુ સારી રીતે સમજી શકીએ અને અસમાનતાના સંભવિત કારણો શોધી શકીએ. અશ્વેત અને લઘુમતી વંશીય જૂથો પર કોવિડ-19 ની અપ્રમાણસર અસરની આસપાસ વધતા પુરાવા અને ચિંતા આ સમીક્ષાના મહત્વપૂર્ણ કેન્દ્રને પ્રકાશિત કરે છે. પીએચઇ ઝડપથી મજબૂત ડેટા બનાવી રહ્યું છે અને જુદા જુદા જૂથો પર વાયરસની અસરની સમજનો વિકાસ કરવા માટે વિગતવાર વિશ્લેષણ હાથ ધરે છે.
પી.એચ.ઈ. વિવિધ પ્રકારના બાહ્ય નિષ્ણાતો અને સ્વતંત્ર સલાહકારોને જોડી રહ્યુ છે, જેમાં ફેઇથ જૂથો, સ્વૈચ્છિક અને સામાજીક સંસ્થાઓ, સ્થાનિક સરકાર, જાહેર આરોગ્ય, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્યનો સમાવેશ થાય છે. આ સમીક્ષાના તારણો મે 2020 ના અંત સુધીમાં પ્રકાશિત કરવામાં આવશે.