કોરોના વાયરસની મહામારીથી અમેરિકાનું ન્યૂયોર્ક શહેર સૌથી વધારે પ્રભાવિત છે. અમેરિકામાં સૌથી વધારે મૃત્યું પણ અહિંયા થયા છે. હવે ડોક્ટરોએ જણાવ્યું છે કે, કોરોનાના દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાને કારણે મોતના મામલા વધી રહ્યા છે. નિષ્ણાંતોના મતે, સામાન્ય રીતે શ્વાસ લેવાની ગંભીર તકલીફ ધરાવતા 40થી50 ટકા દર્દીઓના મોત વેન્ટિલેટર પર જ થાય છે.
જો કે ન્યૂયોર્કમાં વેન્ટિલેટર પર 80 ટકા કે તેનાથી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. કેટલાક ડોક્ટરોના જણાવ્યું હતું કે, બની શકે છે કે વેન્ટિલેટર સમયની સાથે દર્દીઓને નુકસાન પહોંચાડે છે. કેમકે દર્દીઓના ફેફસામાં નાની જગ્યા હાઈ પ્રેશર સાથે ઓક્સિજન નાંખવામાં આવે છે.
ડોક્ટરોના મતે, વેન્ટિલેટર પર તેવા દર્દીઓને રાખવામાં આવે છે જેમના ફેફસા કામ કરવાનું બંધ કરી દે છે. તેવામાં દર્દીના ગળામાં ટ્યૂબ નાખવામાં આવે છે અને તેના દ્વારા ઓક્સિજન પહોંચાડવામાં આવે છે. ગંભીર સ્થિતિમાં પહોંચી ચૂકેલા દર્દીઓના મોટી સંખ્યામાં મોત થઈ રહ્યા છે. તેથી ડોક્ટર દર્દીઓને વેન્ટિલેટર પર રાખવાને બદલે બીજા ઉપાયોને મહત્વ આપી રહ્યા છે.