મહારાષ્ટ્રમાં કોરોના અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. અત્યાર સુધીમાં રાજ્ય સરકારના 10 પ્રધાનો અને 20 ધારાસભ્યોના કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. આ અંગે માહિતી આપતા નાયબ મુખ્ય પ્રધાન અને એનસીપીના નેતા અજીત પવારે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણનું વધી રહ્યું છે. તેને નિયંત્રણમાં લેવા માટે સખત કાર્યવાહી કરવી પડશે. પવારે કહ્યુ કે પ્રધાનો અને ધારાસભ્યોમાં સંક્રમણ ફેલાયા બાદ તાજેતરમાં જ વિધાનસભા સત્રને ટૂંકાવવામાં આવ્યું છે.