ભારતે કોરોના વાયરસની વિરુદ્ધ લડવા માટે 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી છે. પરંતુ બાર્કલેજ ના રિપોર્ટમાં કહેવું છે કે તેનાથી દેશને 12,000 કરોડ અમેરિકન ડૉલર (લગભગ 9 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. તે દેશની જીડીપીના 4 ટકા હશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે હવે દેશની આર્થિક સ્થિતને પાટા પર લાવવા માટે પેકેજની જાહેરાત કરવાની આવશ્યક્તા છે.
બાર્કલેજના રિપોર્ટ મુજબ, 3 સપ્તાહ એટલે કે 21 દિવસના લૉકડાઉનના કારણે ભારતને 9000 હજાર કરોડ ડૉલરનું નુકસાન થશે. પરંતુ મહારાષ્ટ્ર જેવા અનેક મોટા રાજ્ય અનેક દિવસ પહેલાથી જ બંધ થઈ ગયા છે. તેથી આ નુકસાન વધુ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકાર રાહત પેકેજ આપે છે તો એવામાં નાણાકીય ખોટ વધીને 5 ટકાને પાર પહોંચી શકે છે.
ભારતીય રિઝર્વ બેંકની 3 એપ્રિલે થનારી સમીક્ષા બેઠકમાં વ્યાજ દર ઘટાડવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના પ્રસારને રોકવા માટે દેશમાં ત્રણ સપ્તાહ માટે લૉકડાઉનની જાહેરાત કરી છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણએ મંગળવારે અનેક મોટી જાહેરાતો કરી છે. નાણા મંત્રીએ નાણાકીય વર્ષ 2018-19 માટે ઇન્કમ ટેક્સની ડેડલાઇન વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.તેની સાથે જ 30 જૂન સુધી ડિલેઇડ પેમેન્ટના વ્યાજ દરોને 12 ટકાથી ઘટાડીને 9 ટકા કરવામાં આવ્યા છે.
તેથી સાથે જ ટીડીએસના ડિપોઝિટ માટે વ્યાજ દર 18 ટકાથી ઘટાડીને 9 ટકા કરી દેવામાં આવ્યા છે. ટીડીએસની અંતિમ તારીખ 30 જૂન 2020 જ રહેશે. નાણા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં તેની જાહેરાત કરી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આગામી 48 કલાકમાં નાણા મંત્રી આર્થિક પેકેજની જાહેરાત કરી શકે છે. જોકે, તે કેટલું મોટું હશે અને તેનું શું સ્વરૂપ હશે તેના વિશે હજુ સુધી કોઈ જાણકારી નથી મળી.