કોરોના મહામારીના પગલે બ્રિટનમાં લોકડાઉન લાદવામાં આવ્યું તે પૂર્વે બ્રિટનમાં 132 ડીલરશીપ ધરાવતા માર્શલ મોટર હોલ્ડિંગના ચીફ એક્ઝીક્યૂટીવ દક્ષ ગુપ્તા ગ્રુપના લગભગ તમામ ડીલરો ઉપરાંત કંપનીના 4300 જેટલા કર્મચારીઓ સાથે મુલાકાત કરી ચૂક્યા હતા.
કોવિડ-19 મહામારીનો ભરડો વધતા 49 વર્ષના ગુપ્તા તથા અન્ય સિનિયર્સ પ્રતિવર્ષ 2.3 બિલિયન પાઉન્ડના ધંધાના પાટિયા પાડી દેવાનું વિચારી રહ્યા હતા ત્યારે ક્વોરન્ટાઇન, સોશિયલ ડિસ્ટન્સીંગ લાગુ થઇ ચૂક્યા હતા આમ છતાં વેપાર ધંધા રોજગાર બંધ થવાના વિચારથી ખળભળાટ પણ મચ્યો હતો.
ગુપ્તાએ જણાવ્યું હતું તે તેમના એક કર્મચારીએ સીધો પ્રશ્ન કર્યો હતો કે, કામકાજ બંધ કરવામાં આવે તો યુકે સાતમા સૌથી મોટા કાર ડીલર હોવા છતાં માર્શલનું અસ્તિત્વ ટકી રહેશે ખરૂં?માર્ચ મહિનો વેપાર ધંધા માટે વર્ષાંતનો સૌથી વધારે ધમધમાટવાળો મહિનો હોવા છતાં માર્શલનું કામકાજ બંધ કરવામાં આવ્યું તેટલું જ નહીં સરકારે દેશભરમાં લોકડાઉન અમલી બનાવતાં બધું જ ઠપ થઇ ગયું, સિવાય કે આરોગ્ય અને આવશ્યક સેવાઓ.
સોશિયલ ડીસ્ટન્સીંગના આદેશો વચ્ચે કાર વેચાણ મુશ્કેલ બની રહેતું હોઇ પ્રતિ વર્ષ એક લાખ નવી – જૂની કારો વેચતા અને પ્રતિમાસ લગભગ 22 મિલિયન પાઉન્ડના ટર્નઓવરવાળા માર્શલના 90 ટકા સ્ટાફને રજા ઉપર ઉતારી દેવાયો. 60 જેટલી ડીલરશીપ્સમાં વાહનોની જાળવણી માટે 450 કર્મચારીઓ અને પૂછપરછ સંબંધિત કામો માટે ઘેર બેઠાં કે દૂરથી કામ કરી શકે તેવા 50 કર્મચારીઓને ફરજ ઉપર ચાલુ રખાયા.
માર્શલના ગત મહિને બહાર પડેલા વાર્ષિક પરિણામો પ્રમાણે ડિસેમ્બરના અંતે કંપનીનું દેવું 31 મિલિયન પાઉન્ડ હતું અને તેની સામે 120 મિલિયન પાઉન્ડની ક્રેડિટ લાઇન હતી.માર્શલના દક્ષ ગુપ્તા ભારપૂર્વક જણાવે છે કે, અન્ય ક્ષેત્રો કરતાં કાર ઉદ્યોગના વેપાર ધંધા વધુ સારા છે. કાર ઉદ્યોગમાં 0.8 ટકાના વળતરને ધ્યાનમાં લેતાં દર વર્ષે 100 મિલિયન પાઉન્ડનો ધંધો થાય તો 800,000 પાઉન્ડનો નફો થઇ શકે.
ગુપ્તાએ જણાવ્યું હતું કે, નાના કામો ચાલુ રાખવા કે સંભાળવાના બદલે બધું જ બંધ કરી દેવું વધુ સરળ અને સાનુકૂળતાભર્યું છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે લોકોને કારની જરૂર પડતી હોય છે. હાલમાં રાષ્ટ્રીય કટોકટીમાં પણ રાષ્ટ્રીય આરોગ્ય સેવા કર્મચારીઓની સેવા ચાલુ છે ત્યારે કોઇ પણ વેપાર ધંધાનું મૂલ્યાંકન આ મહામારી દરમિયાન થઇ રહેશે.
ગત સપ્તાહમાં ગુપ્તાએ 16 નવી અને 128 જૂની કાર વેચી હતી.
જોકે તેમાં પણ ડિલિવરીની સમસ્યા નડી હતી. હાલમાં નવા કરતાં જૂના વાહનોના વધારે વેચાણ માટે ગુપ્તાએ ફાયનાન્સ કંપની અને ઉત્પાદકો પ્રવર્તમાન સમજૂતિ કે સોદાઓને લંબાવી રહ્યા છે ત્યારે ગ્રાહકો જૂના વાહનોની ખરીદી સ્થળ ઉપર જોયા વિના કરી રહ્યા છે.ગુપ્તાએ વિશ્વાસભેર જણાવ્યું હતું કે કાર ઉદ્યોગમાં માંગ વધશે જ. તેમણે જણાવ્યું હતું કે, 2016થી ઘટતું રહ્યું યુકે બજાર હવે સામાન્યવત્ બનશે.
ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેઓ અર્થશાસ્ત્રી નથી પરંતુ બજારના 27 વર્ષના અનુભવના આધારે આ વાત કરી રહ્યા છે. ગુપ્તાએ જોકે, સ્વીકાર્યું હતું કે 10 મિલિયન જૂની નવી કારોના વેચાણનું યુકે બજાર ઘટવા છતાં હવે પછીના સમયમાં પર્સનલ કોન્ટ્રાક્ટ પ્લાન અન્વયે નવી કાર ભાડે લેવી, ઓછી ડીપોઝીટ તથા હપ્તા ચૂકવણીના અંતે ત્રણ વર્ષ પછી બીજી કાર માટે નવા પ્લાનની વ્યવસ્થા ચાલુ જ રહેશે.
લોકોને હાયર – પર્ચેઝ વ્યવસ્થા હેઠળ નવી કાર મળી શકે છે.ગુપ્તાએ સ્વીકાર્યું હતું કે, હાડમારી તો આવવાની જ છે પરંતુ દેશના હિતમાં તે છે કે કાર ખરીદી ચાલુ છે તેનાથી મોટા ઉદ્યોગને ટેકો મળી રહે છે. પર્સનલ કોન્ટ્રાક્ટ પ્લાન થકી લોકોને સલામત, સ્વચ્છ કાર ખરીદી ઉપલબ્ધ છે જે સરકારના ‘ક્લીનએર’ એજન્ડાને પણ સુસંગત છે.