વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ મેગન માર્કલ અને પ્રિન્સ હેરીના માનસિક સ્વાસ્થ્ય સંઘર્ષ અને વ્યક્તિગત વાત કહેવાની હિંમતની પ્રશંસા કરી યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા બ્રિટિશ લોકો સાથેના ‘મજબૂત અને કાયમી સંબંધ’ વિશે પણ વાત કરી હતી.
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ કહ્યું હતું કે તે માર્કલના ‘ચાહક’ નથી પણ હેરીના ભાગ્યની કામના કરે છે ‘કેમ કે તેને તેની જરૂર પડશે.’
પ્રેસિડેન્ટના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ‘’મારે ફક્ત એટલું જ કહેવું છે કે બ્રિટીશ લોકો સાથે અમારો મજબૂત અને કાયમી સંબંધ છે અને યુનાઇટેડ કિંગડમની સરકાર સાથે વિવિધ મુદ્દાઓ પર વિશેષ ભાગીદારી છે અને તે ચાલુ રહેશે. પ્રેસિડેન્ટ બાઇડેન અને તેમના પતિ બંને વર્ષોથી પ્રિન્સ હેરીને ઓળખે છે અને ઘાયલ યોદ્ધાઓ માટે તેની ઇન્વિક્ટસ ગેમ્સને ટેકો આપે છે.