આપણે આપણા સ્વપ્ન પૂર્ણ કરવા માટે જીવનમાં એકવાર લોટરી જીતવાની આશા રાખતા હોઇએ છીએપરંતુ જેકપોટ જીતવામાં પણ નસીબનો સાથ હોવો જરૂરી છેપરંતુ અમેરિકામાં એક નિવૃત્ત દંપત્તી અત્યાર સુધીમાં અનેક લોટરી દ્વારા 26 મિલિયન ડોલર જેટલી મોટી રકમ જીતવામાં સફળ થયું છેઅને તેમની આ સફળતાની ગાથા ઇન્ટરનેટ પર વાઇરલ થઇ છેઅખબારી રીપોર્ટમાં જણાવ્યા અનુસાર મિશિગનના રહેવાસી જેરી અને માર્જ સેલ્બીએ આ નાણાનો ઉપયોગ ઘરના સમારકામમાંપૌત્રો અને પ્રપૌત્રોના શિક્ષણ માટે કર્યો છેતેમને છ સંતાનો અને પોતાની  મેઇન
સ્ટ્રીટ 
કન્વીનિયન્સ શોપ છેજેમાં માર્જ સેલ્બી લિકર અને સિગરેટનીજ્યારે જેરી પુસ્તકો અને સેન્ડવિચની જવાબદારી 

સંભાળે છેમાર્જ સેલ્બીએ 2003માં વિનફોલ ગેમની પ્રથમ લોટરી ટિકિટ ખરીદી હતીપરંતુ આ દંપત્તીએ અમેરિકાભરમાં વેચાયેલી ગેમમાં કાયદાકીય ખામી શોધી હતી.    

83 વર્ષીય સેલ્બીએ જણાવ્યું હતું કેતેમને વિનફોલ લોટરીમાં ‘રોલડાઉન’ ફીચરની જાણ થઇ હતીજેમાં કોઇ જેકપોટ વિજેતા થતું નથી પરંતુ ઇનામની રકમ આગળ વધારવામાં આવતી હતી.   

તેમણે વધુમાં જણાવ્યું હતું કેમેગા મિલિયન લોટરી ગેમથી અલગ જ્યાં તમામ છ નંબર મેચ કરનારાને વિનફોલમાં ઇનામ મળે છેજો જેકપોટ પાંચ મિલિયનનો છે અને જો કોઇના તમામ છ નંબર તેની સાથે મેચ નથી થતાં તો ઇનામની તમામ રકમ નીચેના વિજેતાઓને મળે છેજેમાં પાંચચાર અને ત્રણ નંબર મેચ થવા પર મોટું ઇનામ મળે છે 

પહેલેથી ગણિતમાં હોંશિયાર સેલ્બીએ સરેરાશ ગણતરી મુજબ લોટરી લેવાનું શરૂ કર્યુંતે અઠવાડિયાઓ દરમિયાન જ્યારે રોલડાઉન ટિકિટની ખરીદી પર ખાતરીપૂર્વક ઇનામની લાગવાની જાહેરાત થતી હતી ત્યારે તેમણે હજ્જારો ટિકિટ ખરીદી લીધી હતી 

સેલ્બી પાસે વેસ્ટર્ન મિશિગન યુનિવર્સિટીની ગણિતની બેચરલ ડિગ્રી છેતેમણે બેટલ ક્રીકમાં કેલ્લોગના સીરીઅલ હેડક્વાર્ટરમાં આંકડા સંબંધિત કામ કર્યું હતું.   

તેમણે પ્રથમવાર 2200 ડોલરથી રમત શરૂ કરી હતી પરંતુ તેમાં તેમણે 50 ડોલર ગુમાવ્યા હતાજેમાં તેમને ફાયદો 

અને નુકસાન વચ્ચે ગણિત અને સંભાવના વિશે સમજાયું હતું.   

બીજીવાર જ્યારે રોલડાઉન જાહેર થયું ત્યારે તેમણે વિનફોલની 3600 ડોલરની ટિકિટ ખરીદી અને 6300 ડોલર જીત્યા હતાપછી તેમણે 8000 ડોલરની ટિકિટ ખરીદી અને અંદાજે તેના બેગણા નાણા મેળવ્યા હતાત્યારપછી બંનેએ હજ્જારો ડોલર્સ સાથે ગેમ રમવાનું શરૂ કર્યું અને પોતાનો જીએસ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ નામનો બિઝનેસ શરૂ કર્યો હતો.  છેલ્લે જ્યારે  2012માં આ ગેમ બંધ થઇ ત્યારે તેઓ છેલ્લે વિનફોલમાં રમ્યા હતા.