વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમની 66મી ‘મન કી બાત’માં દેશવાસીઓને સંબોધન કરતાં લદ્દાખ મુદ્દે ચીનને સણસણતો જવાબ આપ્યો હતો. મોદીએ કહ્યું કે ભારતની જમીન પર આંખ ઊઠાવીને જોનારાઓને લદ્દાખમાં જડબાતોડ જવાબ મળી ગયો છે.
આ વર્ષે અનેક સમસ્યાઓ આવવાથી આખું વર્ષ ખરાબ ગયું છે તેમ માનવું યોગ્ય નથી. વડાપ્રધાને આ કાર્યક્રમમાં ચોમાસા, કોરોના સંકટ પર પણ વાતો કરી. આ કાર્યક્રમ મારફત વડાપ્રધાને ફરી એક વખત દેશવાસીઓને આત્મનિર્ભર બનવા પર ભાર મૂક્યો.
લદ્દાખમાં ભારત-ચીન આૃથડામણ અંગે વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની ભૂમિ પર આંખ ઉઠાવીને જોનારાઓને જડબાતોડ જવાબ મળી ગયો છે. ભારત મિત્રતા નિભાવી જાણે છે તો આંખોમાં આંખો નાંખીને જોવાનું અને યોગ્ય જવાબ આપવાનું પણ જાણે છે. મોદીએ જણાવ્યું હતું કે લદ્દાખ સરહદે શહિદ થયેલા 20 જવાનોએ દુનિયાને બતાવી દીધું કે તેઓ માતૃભૂમિ પર નજર નાંખનારાઓને છોડશે નહીં.
લદ્દાખમાં આપણા દેશના શહિદ થયેલા જવાનોના શૌર્યને આખો દેશ નમન કરી રહ્યો છે. આજે આખી દુનિયાએ તેની સંપ્રભુતા અને સરહદોની રક્ષા માટે ભારતની તાકત અને પ્રતિબદ્ધતા પણ જોઈ છે. જોકે, લદ્દાખની સરહદે સંઘર્ષની વાત કરવા છતાં વડાપ્રધાને ચીનનું નામ લેવાનું ટાળ્યું હતું.
મોદીએ કહ્યું કે મોટાભાગે લોકોને એમ કહેતાં જોવા મળ્યા છે કે આ વર્ષ ક્યારે પૂરૂં થશે. લોકોનું કહેવું છે કે આ વર્ષ સારૂં નથી રહ્યું. આ વર્ષમાં આપણે અનેક આપત્તિઓનો સામનો કરવો પડયો. આ વર્ષે દેશે કોરોના સંકટ જોયું. દરમિયાન પૂર્વીય કાંઠે અમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું, પશ્ચિમી કાંઠે નિસર્ગ તોફાન આવ્યું. પછી તીડના આક્રણો થયા અને ભૂકંપના આંચકાઓથી સતત ધરતી ધૂ્રજતી રહી છે. આ બધા વચ્ચે પડોશી દેશો સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. પરંતુ આ બધા છતાં આ વર્ષને ખરાબ કહેવું યોગ્ય નથી.
મોદીએ કહ્યું મુશ્કેલીઓ તો આવતી રહે છે, પરંતુ આપત્તીઓના કારણે વર્ષને ખરાબ માનવું યોગ્ય નથી. મોદીએ દેશવાસીઓને ફરી એક વખત આત્મનિર્ભર બનવાની સલાહ આપી. કહ્યું કે આત્મનિર્ભરતા તરફ દેશવાસીઓનું પગલંી શહિદ જવાનોને સાચી શ્રદ્ધાંજલી હશે.
કોરોના સંકટમાં દેશ લૉકડાઉનમાંથી બહાર આવી ગયો છે. અનલૉકમાં કોરોનાને હરાવવો અને આૃર્થતંત્રને મજબૂત કરવા પર દેશવાસીઓએ ધ્યાન આપવું જોઈએ. ભારતે હંમેશા વિપરિત પરિસિૃથતિઓને સફળતામાં પરિવર્તિત કરવાનું દર્શાવ્યું છે અને આ વર્ષ તેમાં અપવાદરૂપ નથી.
સેંકડો વર્ષોથી અલગ અલગ હુમલાખોરોએ ભારત પર હુમલા કર્યા, લોકોને લાગતું હતું કે ભારતનો વિનાશ થઈ જશે, પરંતુ આ સંકટોમાંથી ભારત વધુ ભવ્ય થઈને બહાર આવ્યું છે. ભારતનો ઈતિહાસ જ આપત્તિઓ અને પડકારો પર વિજય મેળવવાનો છે. મોદીએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગની પણ ભલામણ કરી.
આ કાર્યક્રમમાં મોદીએ સ્પેસ સેક્ટરમાં સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેનાથી આત્મનિર્ભર ભારતના અભિયાનને ગતિ મળશે. મોદીએ ઘરમાં બાળકોને પરિવારના વૃદ્ધોનો વીડિયો ઈન્ટર્વ્યૂ કરવાની સલાહ આપી.
મોદીએ કહ્યું કે બાળકોએ તેમના વડીલોને પૂછવું જોઈએ કે બાળપણમાં તેઓ કઈ રમતો રમતા હતા, રજાઓમાં શું કરતા હતા. તહેવારો કેવી રીતે ઊજવતા હતા. 40-50 વર્ષ પહેલાં શું થતું હતું, ભારત કેવો હતો બાળકોએ તે પણ જાણવું જોઈએ.
ચોમાસા મુદ્દે મોદીએ જણાવ્યું કે આ વર્ષે વરસાદ સારો થવાની આશા છે. કૃષિ ક્ષેત્રનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અહીં અનેક દાયકાઓથી અનેક બાબતો લૉકડાઉનમાં ફસાયેલી હતી. આ સેક્ટરને પણ હવે અનલૉક કરી દેવાયું છે. તેનાથી એક બાજુ ખેડૂતોને તેમનો પાક ક્યાંય પણ, કોઈને પણ વેચવાની આઝાદી મળી છે.
અનલૉકના સમયમાં અનેક વસ્તુઓ અનલૉક થઈ રહી છે, જેમાં ભારત દાયકાઓથી બંધાયેલું હતું. વર્ષોથી આપણું માઈનિંગ સેક્ટર પણ લૉકડાઉનમાં હતું. કોમર્શિયલ હરાજીને મંજૂરી આપવાના નિર્ણયે પણ સિૃથતિ બદલી નાંખી છે.