REUTERS/Tingshu Wang/File Photo/File Photo

અગાઉ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની ટીકા કરનારા અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્કે હવે ભારતની ચૂંટણી પ્રક્રિયાની પ્રશંસા કરી હતી. અને કેલિફોર્નિયામાં મતગણતરીમાં વિલંબની ટીકા કરી હતી.

સોશિયલ મીડિયા સાઇટ એક્સના માલિક ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ‘ભારતે એક દિવસમાં 640 મિલિયન વોટની ગણતરી કરી છે, જ્યારે કેલિફોર્નિયા હજુ પણ વોટની ગણતરી કરી રહ્યું છે. ‘અમેરિકામાં 5 અને 6 નવેમ્બરે મતદાન થયું હતું. પરંતુ હજુ સુધી મત ગણતરી ચાલુ છે. કેલિફોર્નિયા પણ તેમાંથી એક રાજ્ય છે જ્યાં હજુ બધા મત ગણાયા નથી. અમેરિકામાં કાગળના બેલેટ પેપરથી મતદાન થાય છે જ્યારે ભારત કેટલાય દાયકાથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરે છે.

ભારતે એક જ દિવસમાં 640 મિલિયન વોટની ગણતરી કરી છે પરંતુ કેલિફોર્નિયા હજુ પણ 1.5 કરોડ વોટની ગણતરી કરી રહ્યું છે. વોટિંગ સમાપ્ત થયાને 18 દિવસ વીતી ગયા છે છતાં મતની ગણતરી જારી છે. આમ ભારત કરતા અમેરિકા મત ગણતરી કરવામાં બહુ ધીમું સાબિત થયું છે.

ટેસ્લાના CEO ઈલોન મસ્ક પોતાના નિવેદનોના કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. ઈલોન મસ્ક આ વર્ષે જુલાઈમાં EVMને ખતરનાક ગણાવીને કહ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને પોસ્ટલ વોટિંગ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી ઈવીએમનો ઉપયોગ બંધ કરીને તેની જગ્યાએ બેલેટ પેપર વાપરવા જોઈએ.

LEAVE A REPLY