રેગ્યુલેટર ઓફિસ ઓફ રેલ એન્ડ રોડ (ORR)ના નવા અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે યુકેના રેલ્વે સ્ટેશનો પર ખાણી-પીણીની ખરીદી કરતા મુસાફરો પાસેથી હાઈ સ્ટ્રીટ કરતા સરેરાશ 10 ટકા વધુ રકમ વસૂલ કરવામાં આવે છે. સ્ટેશન પરના રિટેલર્સ વચ્ચેનો સ્પર્ધાનો અભાવ અને અવારનવાર પડતી હડતાળો ઊંચા ભાવ માટે આંશિક રીતે જવાબદાર હોઈ શકે છે.
રેગ્યુલેટરે તપાસના ભાગરૂપે તમામ મેઇન લાઇન સ્ટેશનો સહિત 2,367 સ્ટેશનો પર કિંમતોનું વિશ્લેષણ કર્યું હતું. 20 ટકા સ્ટેશનોમાં કેટરિંગની જોગવાઈ હતી અને લગભગ અડધામાં માત્ર એક જ આઉટલેટ હતી.
આ ભાવ વધારા છતાં, રેલ્વે સ્ટેશનો પર મળતું ભોજન મોટરવે સર્વિસ સ્ટેશનો અને એરપોર્ટ કરતાં સસ્તુ હોય છે.