NEW DELHI: COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI3_17_2021_001010001)

ભારતમાં કોરોના વાઇરસના બુધવારે 28,903 નવા કેસ નોંધાયા હતા, જે ચાલુ વર્ષે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસ છે. એક દિવસમાં 188 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,59,044 થયો હતો. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના 17,864 કેસ નોંધાયા હતા, જે સમગ્ર દેશમાં નોંધાયેલા કુલ કેસના 61.8 ટકા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના બુધવારના ડેટા અનુસાર સતત સાતમાં દિવસે નવા કેસોમાં વધારાને પગલે કુલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,34,406 થઈ હતી, જે કુલ કેસના આશરે 2.05 ટકા છે. દેશનો કોરોના રિકવરી રેટ ઘટીને 96.56 ટકા થયો હતો. દેશમાં કોરોના વાઇરસના કુલ કેસનો આંકડો વધીને 1,14,38,734 થયો હતો. આની સામે 1,10,45,284 લોકોના કોરોનામાંથી રિકવર થયા છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં કોરોનાથી 87, પંજાબમાં 38, કેરળમાં 15 અને છત્તીસગઢમાં 12ના મોત થયા હતા.
ભારતમાં મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, તમિલનાડુમાં નવા કેસની સંખ્યા દેશના કુલ કેસોની આશરે 71.10 ટકા છે. મહારાષ્ટ્રમાં બુધવારે કોરોના વાઇરસના 17,864 કેસ નોંધાયા હતા, જે સમગ્ર દેશમાં નોંધાયેલા કુલ કેસના 61.8 ટકા હતા.

જોકે 15 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઇ નવા કેસ નોંધાયા ન હતા, જેમાં આસામ, ઓડિશા, ઉત્તરાખંડ, લક્ષ્યદીપ, સિક્કીમ, મેઘાલય, દમણ, દીવ અને દાદરા નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, લડાખ, મણિપુર, મિઝોરમનો સમાવેશ થાય છે.

NEW DELHI: COVID-19-INDIA-VACCINATION
: PTI GRAPHICS(PTI3_17_2021_001010003)