સરકારે વેક્સીનની રેસ ઝડપી બનાવવા ટાસ્ક-ફોર્સનું અનાવરણ કર્યું

0
639

સરકારે તા. 17ના રોજ ​​રસીની રેસ ઝડપી બનાવવા માટે ટાસ્ક-ફોર્સનું અનાવરણ કર્યું હતુ. જેમાં ઉદ્યોગો, શિક્ષણશાસ્ત્રીઓ, સરકાર અને રેગ્યુલેટર્સને જોડવામાં આવ્યા છે જેઓ ભવિષ્યમાં રસી તૈયાર કરી તેનુ મોટોપાયા પર ઉત્પાદન કરી શકશે. જો કે એવો ભય છે કે લાખોને આપવા માટે તૈયાર થવામાં તેને 18 મહિનાનો સમય લાગી શકે છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધનકારોએ આગામી સપ્તાહે માનવ પર રસીના પરીક્ષણો શરૂ કરવાની યોજના બનાવી છે.

તા. 17ના રોજ ટેન ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે યોજાયેલી પ્રેસ બ્રિફીંગમાં બિઝનેસ સેક્રેટરી આલોક શર્મા, યુકેના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર પ્રો. ઇવોન ડોલે સાથે પત્રકારોને સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે ‘’નવા કેસો અને ઇન્ટેન્સિવ કેર યુનિટના દર્દીઓની સંખ્યા સ્થિર થઈ રહી છે.’’

કોરોનાવાયરસની સારવાર માટે હાલની દવાઓનો ઉપયોગ કરીને 5,500 લોકો પર ક્લિનિકલ ટ્રાયલ્સ કરાઇ રહ્યુ છે. સરકાર સોશ્યલ કેર અને અન્ય ફ્રન્ટલાઈન કામદારોને પણ તેમાં સમાવવા માંગે છે. સરકાર હજી પણ મહિનાના અંત સુધીમાં એક દિવસમાં 100,000 પરીક્ષણો કરવાની યોજના બનાવી રહી છે. લૉકડાઉન હળવુ કરવામાં આવે તે પહેલાં યુકેમાં મૃત્યુ અને ચેપના દરમાં “સતત ઘટાડો” થવો જ જોઇએ.

ડબ્લ્યુએચઓના ભૂતપૂર્વ અધિકારીએ ચેતવણી આપી છે કે ચેપના દસ ઉથલા આવી શકે છે અને પહેલાં રોગચાળામાં 40,000 લોકો જીવ ગુમાવી શકે છે.