કોના સંક્રમણના કારણે સંપૂર્ણ દેશમાં હડકંપ મચી ગયો છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલય પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે સંપૂર્ણ દેશમાં કોરોના સંક્રમણના હજુ પણ 21393 કેસ છે. કોરોના સંક્રમણના કારણે 4258 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 681 લોકોના મોત નિપજ્યા છે. અત્યારે કોરોનાના 16, 454 એક્ટિવ કેસ છે જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં 1409 નવા કેસ સામે આવ્યા છે.
રાહતની વાત એ છે કે 78 જિલ્લામાં ૧૪ દિવસથી કોરોના એક પણ કેસ સામે આવ્યા નથી. આ સિવાય નવ રાજ્યોના 33 જિલ્લામાં પણ કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી. 12 જિલ્લા એવા છે જે 28 દિવસથી કોરોનાના એક પણ કેસ સામે આવ્યા નથી.
લોકડાઉનને લઈને સરકારે મહત્વની જાહેરાત કરતાં કહ્યું હતું કે, પંખા અને પુસ્તકોની દુકાનોને લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટછાટ વધારવામાં આવી છે. આ સિવાય લોટ દળવાની ઘંટી અને પ્રિપેડ રીચાર્જની દુકાનોને પણ છૂટછાટ આપવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે લોકડાઉનના કારણે કોરોનાન કેસોમાં ઘટાડો થયો છે અને ભવિષ્યમાં આવનારા પડકારો સામે લડવા માટેનો અવસર મળ્યો છે. લોકડાઉનના કારણે કોરોના વાયરસ નબળો પડ્યો છે. સરકારે જણાવ્યું હતું કે કોરોના આંકડાથી હટીને રણનીતિ પર પણ વિચાર કરી રહ્યા છીએ. જિંદગી બચાવી એ અમારો મૂળ મંત્ર રહયો છે.