કોરોના સામેની વેક્સિન બનાવવાની હોડમાં રશિયા બીજા દેશો કરતા આગળ નીકળી ગયુ હોય તેવુ હાલમાં લાગી રહ્યુ છે. રશિયાએ જાહેરાત કરી છે કે, ઓક્ટોબર મહિનાથી દેશમાં મોટા પાયે લોકોને કોરોનાની રસી મુકવાનુ અભિયાન શરુ કરવામાં આવશે.રશિયાના આરોગ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોના મતે આરોગ્ય મંત્રાલય આ પ્રોગ્રામની તૈયારી કરવામાં વ્યસ્ત છે.રસીના સૌથી પહેલા ડોઝ ડોક્ટરો અને શિક્ષકોને આપવામાં આવશે.
રશિયાની સરકાર આ મહિનામાં દેશની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી આપી દેશે.જોકે કેટલાક નિષ્ણાતોને જે ઝડપથી આ રસી બનાવવામાં આવી છે તેને લઈને ચિંતા પણ છે. આ પહેલા અમેરિકાના વાયરોલોજી એક્સપર્ટ ડો.એન્થની ફાઉચીએ કહ્યુ હતુ કે, હું નથી માનતો કે બીજા દેશો અમેરિકા પહેલા વેકિસન બનાવવામાં સફળતા મેળવશે અને અમેરિકાએ તેમના પર નિર્ભર રહેવુ પડશે. હાલમાં દુનિયામાં 20 થી વધારે પ્રોજેક્ટ રસી બનાવવા માટે ચાલી રહ્યા છે.જોકે રશિયાના કહેવા પ્રમાણે મોસ્કોની ગમલેયા ઈન્સ્ટિટ્યુટે વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ પુરી કરી લીધી છે.