દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. 199 દેશોમાં લગભગ સાત લાખ 85 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે આ જીવલેણ વાયરસથી અત્યાર સુધી 37 હજાર 797 લોકોના મોત થયા છે. ત્યાંજ એક લાખ 65 હજાર 387 વ્યક્તિ સ્વસ્થ પણ થઈ ગયા છે. અમેરિકામાં કોરોનાથી સંક્રમણના એક લાખ 64 હજાર 121 કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાના કેસ ચીનથી બમણા થઈ ગયા છે. અમેરિકામાં ત્રણ હજાર 163 લોકોના મોત થયા છે.
વોશિંગ્ટનમાં લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યા છે. આનો ઉલ્લંઘન કરવા પર લગભગ 3.7 લાખ દંડ (પાંચ હજાર ડોલર), 90 દિવસની જેલ અથવા બંને થઈ શકે છે. ત્યાંજ રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે, કોઈ પણ દેશની તુલનામાં અહિંયા અત્યાર સુધી 10 લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી છે. અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી એલેક્સ હજારે જણાવ્યું છે કે, પ્રત્યેક દિવસે અમે એક લાખ સેમ્પલની તપાસ કરી રહ્યા છીએ.
કોલમ્બિયા જિલ્લાના મેયર મુરિયલ બોસરે ટ્વિટ કર્યું હતું કે, કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે જેને કારણે કોલમ્બિયા જિલ્લાના લોકોને ઘરમાં જ રહેવાના આદેશ આપવામાં આવી રહ્યા છે. લોકોને માત્ર જરૂરી કામ જેવા કે મેડિકલ, ભોજન, જરૂરી વસ્તુઓ લેવા અને મહત્વપૂર્ણ કામ માટે જ બહાર જવાની મંજૂરી આપવામાં આવશે.