દેશમાં પ્રસરી ચૂકેલા કોરોના સંકટ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સમક્ષ ભાઇચારો અને એકતા જાળવી રાખવાની અપીલ કરી છે. પીએમ મોદીએ જણાવ્યુ કે કોરોના હુમલો કર્યા પહેલા ધર્મ કે જાતિ, રંગ, ભાષા કે સરહદો નથી જોતો. પીએમ મોદીએ તેમના લિન્કઇડ પોસ્ટમાં કહ્યુ કે, સંકટ સમયે આપણે સાથે મળીને પકડાર સામે ઉભા રહેવાની જરુર છે.
વડાપ્રધાને પોસ્ટમાં લખ્યુ છે કે, કોરોનાવાયરસે પ્રોફેશનલ લાઇફ બદલી નાંખી છે, આપણુ ઘર જ આપણી ઓફિસ બની ગયુ છે. ઇન્ટરનેટ નવો મીટિંગ રુમ છે. ઓફિસમાંથી થોડા સમય માટે બ્રેક લેવો હવે ઇતિહાસ બની ગયો છે.વડાપ્રધાનની આ અપીલ એવા સમયે આવી છે જ્યાપરે યુપીના મેરઠમાં એક હોસ્પિટલે મુસ્લિમોની સારવારથી ઇનકાર કર્યો જેથી તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટ્વીટ પણ કરી છે કે, વિશ્વ કોવિડ-19 સામે ઝઝૂમી રહ્યુ છે, પરંતુ ભારતના પ્રગતિશીલ યુવાનો સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનો રસ્તો બતાવી શકે એમ છે.