સ્પેનમાં ગત એક અઠવાડિયામાં દેશમાં કોરોનાને લીધે એક પણ વ્યક્તિ મૃત્યુ પામી નથી. કુલ મૃતકાંક 27,136 છે. સ્વાસ્થ્ય મંત્રાલય, ગ્રાહક બાબતો અને સમાજ કલ્યાણ મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું કે ગત એક અઠવાડિયામાં એક પણ વ્યક્તિ કોરોનાને કારણે મૃત્યુ પામી નથી.
દેશમાં 20 માર્ચથી 20 મે વચ્ચે કદાચ જ કોઈ દિવસ એવો હશે જ્યારે 100 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હોય. માર્ચના અંતે અને એપ્રિલના પહેલા અઠવાડિયામાં તો આશરે રોજ 500 મૃત્યુ થતા હતા. જૂન આવતા સ્થિતિ સુધરી. સ્પેનમાં જૂન મહિનામાં કોરોનાના કારણે 10 લોકો જ મૃત્યુ પામ્યા.
હાલ સ્પેને લૉકડાઉન સંબંધિત મોટાભાગના પ્રતિબંધો હટાવી લીધા છે કાં તેમાં રાહત આપી છે. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગ માટે અમુક નિયમ લાગુ રહેશે. સ્પેન અલગ અલગ તબક્કામાં અનલૉક કરી રહ્યું છે. તેનો પ્રથમ તબક્કો મેના પહેલા અઠવાડિયામાં શરૂ થયો હતો.
ચેપના મામલે સ્પેન છઠ્ઠા ક્રમે છે. અહીં 2.91 લાખ કેસ છે. ભારત અને સ્પેનમાં કોરોનાની શરૂઆત સાથે સાથે થઇ હતી. સ્પેનમાં 31 જાન્યુઆરી તો ભારતમાં 30 જાન્યુઆરીએ પ્રથમ કેસ સામે આવ્યો હતો.