કોરોના વાઇરસ હવે દુનિયાના લગભગ તમામ દેશોમાં પહોંચી ગયો છે. ગુરૂવાર સવાર સુધી કુલ 173 દેશ તેની ચપેટમાં આવી ચુક્યાં છે. અત્યાર સુધી 8952 લોકોના મોત અને 2,19,952 કેસ સામે આવી ચુક્યાં છે. રાહતના સમાચાર એ છે કે 84,795 દર્દી સાજા પણ થઇ ગયા છે.
ભારતમાં બુધવારના રોજ સંક્રમણના 28 નવા કેસ સામે આવ્યાં હતા જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીમાં સૌથી મોટો આંકડો છે. આજે સવારે 11 વાગ્યા સુધીમાં કોરોનાના 3 નવા કેસ સામે આવી ચુક્યાં છે. મુંબઇમાં 2 મહિલા અને છત્તીસગઢમાં એક મહિલાને કોરોના વાઇરસ પોઝિટીવ આવ્યો છે. આમ દેશમાં સંક્રમણના કુલ 175 કેસ સામે આવી ચુક્યાં છે. તેમાં 25 વિદેશી નાગરિક છે. જ્યારે ત્રણ લોકોના મોત નીપજ્યાં છે.
અમેરિકાના વોશિંગ્ટનમાં આવેલું કિંગ કાઉન્ટી ફુટબોલ મેદાન હોસ્પિટલમાં ફેરવાયું છે. જેમાં 200 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીં ફક્ત શંકાસ્પદ દર્દીઓને જ રાખવામાં આવશે. જે દર્દીનો રિપોર્ટ પોઝિટીવ આવશે તેની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવશે. અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. તેને પગલે હોસ્પિટલમાં બેડની ઓછાના ન પડે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
છત્તીસગઢમાં 23 વર્ષીય એક મહિલાનો કોરોનાના લક્ષણ મળી આવ્યાં છે. આ મહિલા તાજેતરમાં ઇંગ્લેન્ડથી ભારત આવી હતી. મહિલાને હાલ ક્વોરન્ટાઇન માટે રાયપુરના એમ્સમાં ભરતી કરવામાં આવી છે.ભારત સરકારે 36 દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ પર અસ્થાઈ પ્રતિબંધ મુકી દીધો છે. વળી 11 દેશોના પ્રવાસીઓ માટે અનિવાર્ય રીતે અલગ રાખવામાં આવ્યાં છે. ગૃહ મંત્ર્યાલયે આ મહિતી આપી છે. મંત્ર્યાલય અનુસાર પ્રતિબંધિત દેશોને છોડી ઓવરસીસ સિટિઝન ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકોને ભારતમાં પ્રવેશ માટે નવા વિઝા લેવા પડશે.
કોઇ પણ એરલાઇન્સ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ગ્રીસ, આઇસલેન્ડ, હંગેરી, આયર્લેન્ડ, ઇટાલી, લેટવિયા, લિક્ટેન્સિન, લિથુનીયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ્સ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝર્લેન્ડ, તુર્કી, યુકેથી કોઇ પણ પ્રવાસીઓને ભારત નહીં લાવે. 17 માર્ચથી એરલાઇનો તરફથી ફિલિપીન્સ, મલેશિયા અને અફઘાનિસ્તાના પ્રવાસીઓ પર પ્રતિંબધ મુકવામાં આવ્યાં છે.