દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ કેસની સંખ્યા ચાર લાખને પાર પહોંચી ગઈ છે. ત્યાંજ દેશમાં અત્યાર સુધી 13 હજાર લોકોએ આ જીવલેણ બીમારીથી જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 14,821 નવા કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના 4,25,282 કેસ સામે આવ્યા છે જેમાંથી 1,74,387 એક્ટિવ કેસ છે અને 2,37,196 લોકો સ્વસ્થ થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધી 13,699 લોકોના મોત થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના 1,32,075 કેસ નોંધાયા છે જેમાંથી 60,161 એક્ટિવ કેસ છે અને 65,744 લોકો સાજા થઈ ગયા છે.
રાજ્યમાં અત્યાર સુધી કોરોનાને કારણે 6,170 લોકોના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ 59,746 કેસ સામે આવ્યા છે. જેમાંથી 24,558 એક્ટિવ કેસ છે અને 33,013 લોકો સાજા થઈ ગયા છે. દિલ્હીમાં 2,175 લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. તમિલનાડુમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 59,377 પર પહોંચી ગઈ છે.