ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 480 કેસ નોંધાતા રાજયમાં કોરોના પોઝીટીવનો આંકડો 20096 થયો છે અને નવા કેસમાં 318 ફકત અમદાવાદના જ છે. જયારે સુરતના 64 કેસ અને વડોદરાના 35 તથા ગાંધીનગરના 19 કેસનો સમાવેશ થાય છે. અમદાવાદ એ 1000 થી વધુ મૃત્યુ ઘરાવતો મુંબઈ બાદ બીજો જીલ્લો બન્યો છે.
અમદાવાદમાં રેપ 14285 કોરોના પોઝીટીવ કેસ ધરાવે છે અને રાજયમાં સતત પાંચમા દિવસે 480 કે તેથી વધુ કેસ નોંધાયા છે અને જુન માસમાં આ ત્રીજી વખત અમદાવાદમાં 300 કે તેથી વધુ કેસ નોંધાયા છે. રાજયમાં કોરોના મૃત્યુ આંક પણ સતત વધી રહ્યા છે અને રવિવારે 30 મૃત્યુ સાથે કુલ 1249 મૃત્યુ થયા છે.
રાજયમાં 319 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા છે. જે કુલ 13643 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. સરકાર નિયુક્ત કમીટીએ અન્ય રોગોના કારણે કોરોનાથી મૃત્યુ વધ્યા હોવાથી રેકર્ડ આગળ વધારી હતી અને દાવો કર્યો કે ફકત 11% લોકો જ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. બાકીના અન્ય રોગથી મૃત્યુ પામ્યા છે અને કોરોના નિશ્ચિત છે જેમાં 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના અને 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોના મૃત્યુ વધુ છે.