વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 76.14 લાખ કેસ નોંધાયા છે. જેમા 4 લાખ 24 હજાર 137 લોકોના મોત થયા છે. 38.53 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ ક્યૂમોએ સ્વિમિંગ પૂલ અને રમતના મેદાનોને ફરી ખોલવાની મંજૂરી આપી છે. ક્યૂમોએ સ્પષ્ટ કર્યું છે કે જો રાજ્યમાં કોઈ ભાગમાં કોઈ ક્લ્સટર છે તે ત્યાં આ સુવિધા મળશે નહીં. મલેશિયા સરકારે નિર્ણય કર્યો છે કે આ વર્ષે કોઈ નાગરિક હજ યાત્રા ઉપર નહીં જાય.8 લાખ 5 હજાર 649 સંક્રમિત છે, જેમા 41 હજાર 58 લોકોના મોત થયા છે.
અહીં સતત પાંચમાં દિવસે 30 હજારથી વધારે કેસ નોંધાયા છે. રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનોરોની દેશમાં જ નહીં, વિશ્વભરમાં તેમની ટિક્કા થઈ રહી છે. શરૂઆતમાં તેમણે કોરોના વાઈરસને સામાન્ય તાવ ગણાવ્યો હતો.અમેરિકામાં 20 લાખ 89 હજાર 701 કેસ નોંધાયા છે. જેમા 1.16 લાખ લોકોના મોત થયા છે. 8.16 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.ટેક્સાસ અને કેલિફોર્નિયામાં થયેલા એક સ્ટડીમાં કહેવાયું છે કે વાયરસ હવા દ્વારા સૌથી ઝડપથી ફેલાય છે. હાલ માસ્ક જ સંક્રમણથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય છે.
એટમોસ્ફેરિક સાયન્સના રિસર્ચર રેન્ચી ઝાંગની ટીમે ઈટાલી અને ન્યૂયોર્કમાં માસ્કને ફરજીયાત કરતા પહેલા સ્ટડી કર્યો હતો. રિસર્ચના ડેટામાં એ વાત સામે આવી છે કે માસ્કને ફરજીયાત કરાયું તો કેસમાં ઘટાડો થયો છે.ઈમરાન ખાન સરકારની મુશ્કેલી વધી રહી છે. ગુરુવારે એક દિવસમાં 6 હજારથી વધારે કેસ નોંધાયા છે. ડોન ન્યૂઝના રિપોર્ટ મુજબ સંક્રમિતોની સંખ્યા સરકારી આંકડા આધારિત છે અને વાસ્તવમાં કેસ વધારે છે. પાકિસ્તાનમાં 1 લાખ 25 હજાર 933 કેસ નોંધાયા છે અને 2,463 લોકોના મોત થયા છે.