વિશ્વમાં અત્યાર સુધીમાં 54 લાખ 97 હજાર 443 લોકો સંક્રમિત છે. જ્યારે 23 લાખ 1 હજાર 957 લોકો સાજા થઈ ગયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 99 હજાર 300 લોકોના મોત થયા છે. અમેરિકાએ તે વિદેશી નાગરિકોની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે, જે છેલ્લા 14 દિવસમાં બ્રાઝીલ ગયા હતા.
દક્ષિણ અમેરિકાનો દેશ હાલ કોરોનાવાઈરસના પગલે વિશ્વનો બીજો હોટસ્પોટ બની ગયો છે. વ્હાઈટહાઉસ તરફથી રવિવારે બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, આ પગલું એટલા માટે ઉઠાવવામાં આવ્યું છે કે બ્રાઝીલથી આવનારા વિદેશી નાગરિકોના કારણે દેશમાં કોરોનાનો ફેલાવો ન થાય.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને દાવો કર્યો કે કોરોનાની વેક્સીન સૌથી પહેલા અમેરિકા બનાવશે. અમે થેરેપી અને રસી બનાવવા માટે મહેનત કરી રહ્યાં છે. વેક્સીન બન્યા બાદ અમે તેને માત્ર અમેરિકા જ નહિ પરંતુ સમગ્ર વિશ્વને આપીશું. જોકે તેમણે એ વાતથી ઈન્કાર કર્યો નથી કે ચીન તેના માટે વેક્સીન ચોરવાની કોશિશ કરશે.
બ્રાઝીલમાં સંક્રમણના મામલા 3 લાખ 65 હજાર 213 થઈ ગયા છે. જ્યારે 22 હજાર 746 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં એક દિવસમાં સંક્રમણના 16 હજાર 220 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 703 લોકોના મોત થયા છે.અમેરિકામાં એક જ દિવસમાં 638 લોકોના મોત થયા છે. દેશમાં મરનારાઓની સંખ્યા 99 હજાર 300 થઈ છે. અહીં સંક્રમિતોની સંખ્યા 16 લાખ 86 હજાર 436 થઈ છે.
જ્યારે ન્યુયોર્કમાં સંક્રમણના 3 લાખ 71 હજાર 193 કેસ થઈ ચૂક્યા છે. અમેરિકા બ્રાઝીલને 1000 વેન્ટિલેટર્સ ડોનેટ કરી રહ્યું છે. અમેરિકાની સરકારે કહ્યું છે કે ઝડપથી ડિફેન્સ અને બિઝનેસમાં બંને દેશો વચ્ચેની પાર્ટનરશીપને વધુ મજબુત કરવામાં આવશે. ચીલીમાં સંક્રમણના મામલાઓ સતત વધી રહ્યાં છે.
વધતી દર્દીઓની સંખ્યાના કારણે અહીં સ્વાસ્થ્ય વ્યવસ્થા પર પણ દબાણ વધી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, અહીં 700 લોકોના મોત થયા છે. રાજધાની સૈંટિયાગોમાં પ્રતિબંધને સખ્ત કરવામાં આવ્યા છે.