અમેરિકાની જ્હોન્સ હોપક્ધિસ યુનિવર્સિટીએ શુક્રવારે ટ્રેકરના માધ્યમથી બતાવ્યુ હતું કે અમેરિકામાં કોરોનાવાયરસ ના કેસો એક લાખથી વધી ગયા છે. અમેરિકામાં હાલમાં કોરોનાના કુલ ૧,૦૦,૭૧૭ કેસ છે અને ૧૫૪૪ લોકોના મૃત્યુ નોંધાયા છે.
અમેરિકામાં કરોનાના કુલ કેસના અડધા કેસો ન્યૂયોર્કમાં નોંધાયા છે. અને કરોનાના કેસોનો મૃત્યુદર ૧.૫ ટકા છે ઈટાલીમાં કરોનાના કેસોનો મૃત્યુદર ૧૦.૫ ટકા જેટલો છે. ન્યૂયોર્કની જેમ અમેરિકાના બીજા શહેરોમાં પણ કોરોનાનો રોગચાળો વકરે તો કોરોનાના કેસોમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે ન્યુયોર્કમાં હાલમાં કોરોનાના દર્દીઓ માટે વેન્ટિલેટર, વ્યક્તિગત રક્ષણાત્મક સાધનો વગેરેની તીવ્ર અછત નોંધ અનુભવાઇ રહી છે. હાર્વર્ડના હેલ્થ પોલિસીના એક પ્રોફેસરે જણાવ્યું હતું કે કોરોનાના કેસોની વધતી સંખ્યા જોઈને હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના છે જેને કારણે વેન્ટિલેટરની જરૂરિયાત જણાઈ રહી છે.
અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકે વીડિયોમાં વ્યથા ઠાલવી
કોરોના વાઈરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે અમેરિકામાં ડોલર કમાવવાની લાલચમાં ગયેલા ગુજરાતી યુવકનો વીડિયો આંખોમાં આસુ લાવી દે તેવો છે. યુવક પોતાની હૈયાવરાળ ઠાલવતાં કહે છે કે, હું ડોલરની લાલચમાં અમેરિકામાં આવીને ભરાઈ ગયો છું. અહીં તમે જીવો કે મરો કોઈ જીવાવાળું નથી. યુવક આગળ કહે છે કે, ભારતમાં પોલીસ ભલે ડંડા મારે પણ જીવન જરૂરી ચીજવસ્તુઓ ઘરે આવીને આપી જાય છે જ્યારે અમેરિકામાં આવું કંઈ જ થતું નથી. માત્ર એટલું જ નહી પણ અમેરિકામાં માસ્ક, ગ્લોવ્ઝ, સેનેટાઈઝર જેવું કશું જ અપાતું નથી. માત્ર વાતો કરવામાં આવે છે. યુવક વધુમાં કહે છે કે, ભારતમાં કેન્દ્ર સરકારે લોક ડાઉન કર્યું છે જે યોગ્ય છે અને તેનાથી કોરોનાના કેસમાં ઘટાડો થશે. જેની સરખામણીએ અમેરિકામાં હજુ કેસ વધી રહ્યા છે.
વીડિયોમાં યુવકે ઠાલવેલા આક્રોશના અંશો
ગુજરાતીનુ કહેવુ છે કે, ૫૦ લાખ ખર્ચીને અમેરિકા આવ્યો અને સ્ટોલ ખરીદ્યો પણ હાલ સ્ટોર બંધ કરીને અંદર બેસી રહ્યો છુ .કોઇ આવે તો બહાર નિકળુ છુ બાકી તો અંદર બેસી રહેવાનુ,પરિવારને ઘરે મુકીને સ્ટોરમાં બેસી રહું છે. મિત્રો પાસેથી માસ્ક મંગાવવુ પડયુ બાકી અમેરિકામા મોટી પ્રેસ કોન્સફરન્સો થાય છે પણ નાગરિકો માટે કોઇ ફેસેલેટી જેવુ કંઇ છે જ નહી.
• ભારતમાં લોક ડાઉન કર્યા પછી પણ લોકોના ઘર સુધી પોલીસ અને સરકાર શાકભાજી ,દુધ અને કરિયાણુ પહોચાડે છે તેવુ અમેરિકા કશુ જ કરતું નથી. ભારતની સરકારને સલામ કરવી જોઇએ. અમેરિકાના મોટી હોસ્પિટલોમાં માસ્ક કે સેનેટાઇઝર લોકો માટે નથી.
• અમેરિકાના પેન્સિલવેલીયામાં તા.૪થી માર્ચે ૩ કેસ હતા.હાલ ૧૭૦૦ પેાઝિટિવ કેસો છે. ૧૨૦૦ ડોલર આપવાની જાહેરાત કરાઇ છે પણ ડોલરની જરૂર નથી.માસ્ક, સેનેટાઇઝર નથી. ન્યુયોર્કમાં પણ વધારે કેસ છે. અમેરિકામાં કોઇ જોવાવાળુ નથી જેના કારણે કેસેા વધ્યા છે. ભારતમાં સરકારે સમય સર પગલા લીધા જેના કારણે કોરોનાની સંખ્યા ભારતમાં ઓછી છે. હુ એપ્રિલમાં ભારતમાં આવવાનો હતો પણ હવે ફસાઇ ગયો છુ.
• ભારતમાં પોલીસ ડંડાવાળી કરીને પણ સેવા કરે છે અમેરિકામાં તો સરકારી સહાય મળતી નથી. ભારતમાં જે કરવામા આવી રહ્યુ છે વર્લ્ડમાં સૌથી બેસ્ટ છે.
કોરોના સામે લડવા અમેરિકાની ભારતને સહાય
કોરોનાએ આખા વિશ્વનાં હાહાકાર મચાવ્યો છે અને ૨૭,૦૦૦થી વધુ લોકોનો ભોગ લીધો છે ત્યારે કોરોના સામે લડવા અમેરિકાએ ભારતને ૨૯ લાખ ડોલર ( આશરે રૂ. ૨૧, ૭૭,૦૦,૦૦૦ )ની આર્થિક સહાય જાહેર કરી છે. આમ તો અમેરિકાએ વિશ્વનાં ૬૪ દેશો માટે ૧૭૪ મિલિયન ડોલરની આર્થિક મદદ કરવાનું જાહેર કર્યું છે તેમાં ભારતને ૨૯ લાખ ડોલર ફાળવવામાં આવ્યા છે.