સમગ્ર વિશ્વ એક તરફ કોરોના વાઇરસ સામે લડી રહ્યું છે, ત્યાં અમેરિકા અને ચીન વચ્ચે કોરના પર શાબ્દિક યુદ્ધ શરુ થયું છે. કોરોના ક્યાંથી ફેલાયો છે અને તેના માટે કોણ જવાબદાર છે? જેવી આક્ષેપબાજીમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કુદી પડ્યાં છે. ટ્રમ્પે પણ મંગળવારે ટ્વીટ કરી કહ્યું હતું કે કોરોનાને ‘ચાઇનીઝ વાયરસ’ કહ્યું હતું. તો ચીને ટ્રમ્પના આરોપ પર સખત વાંધો નોંધાવ્યો હતો.
ટ્રમ્પે સોમવારના રોજ અગાઉ કોરોના વાયરસને ચાઈનીઝ વાઇરસ કહીને વિવાદનો મધપૂડો છેડ્યા બાદ સતત બીજા દિવસે કોરોના વાઇરસ માટે પોતાની ટ્વીટમાં ચાઈનીઝ વાયરસ શબ્દનો પ્રયોગ કર્યો હતો. ટ્રમ્પના આ નિવેદન પર ચીનના વિદેશ મંત્ર્યાલયે કડક વલણ અપનાવતા સ્પષ્ટ શબ્દોમાં ચેતવ્યાં કે અમેરિકા ચીનને ગાળો ભાંડતા પહેલા પોતાના કામ પર ધ્યાન આપે. કોરોનાનો પહેલો કેસ વુહાનમાં સામે આવ્યો હતો પરંતુ ચીનનું વિદેશ મંત્ર્યાલ દોષનો ટોપણ અમેરિકાના માટે ઢોળી રહ્યાં છે.
ચીને આ ઘટના પાછળ અમેરિકાને જવાબદાર ઠેરવી દીધું છે. ચીને અમેરિકાની સરકાર પર આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેમના લીધે વુહાનમાં કોરોના વાઈરસ ફેલાયો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાનએ ટ્વીટ કરીને કહ્યું કે વુહાનમાં કોરોના વાઈરસ ફેલાવવાની પાછળ અમેરિકી સેનાનો હાથ હોય શકે છે. અમેરિકાએ આ મામલે પોતાની જવાબદારી નક્કી કરવી જોઈશે. તેમને પારદર્શિતા બતાવવી જોઈએ.
આ બાજુ અમેરિકાએ બચાવ કરતાં કહ્યું કે અમારા લોકો પણ માર્યા ગયા છે અને તેની પાછળ ચીનનો હાથ છે. જો કે ચીને કહ્યું કે અમેરિકા સ્પષ્ટ કરે કે તેમને ત્યાં પ્રથમ કોરોનાનો કેસ ક્યારે નોંધાયો હતો. આ બાબતે ચીન અમેરિકા કરતાં વધારે પારદર્શી છે. અમેરિકાએ કોરોના વાઈરસના ફેલાવ માટે ચીનને જવાબદાર ઠેરવ્યું હતું અને તે બાદ આ પ્રતિક્રિયા ચીન તરફથી આવી છે.