વિશ્વભરમાં કોરોના વાઈરસના દર્દીઓ 8 લાખ 58 હજાર 892 થઈ ગયા છે. અત્યાર સુધીમાં 42 હજાર 158 લોકોએ જીવ ગુમાવ્યો છે. એક લાખ 78 હજાર 100 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ઈટાલી અને સ્પેન બાદ હવે અમેરિકાની સ્થિતિ વિકટ બની રહી છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 770 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 88 હજાર 578 થઈ ગઈ છે.
જ્યારે 4054 લોકો મોતને ભેટી ચૂક્યા છે. ઈટાલીની વાત કરીએ તો અહીં પોઝિટિવ કેસની સંખ્યા એક લાખ 5 હજાર 792 થઈ ગઈ છે. જ્યારે 12 હજાર 446 લોકો અહીં મોતને ભેટ્યા છે. ઈટાલી, ફ્રાન્સ અને સ્પેનમાં એક દિવસમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો. ટ્રમ્પે મંગળવારે કહ્યું કે અમેરિકનો માટે આગામી બે સપ્તાહ ખૂબજ દર્દભર્યા રહેશે. ત્યાર પછી અહીં સ્થિતિ સુધરશે.
કોરોના ઉપર સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના પ્રમુખ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે કોરોના વાઈરસ વિશ્વ સામે બીજા વિશ્વ યુદ્ધ પછી સૌથી મોટો પડકાર છે. મહામારીને રોકવા માટે વિશ્વભરના દેશોએ વધારે મજબૂત અને અસરકારક પગલા ભરવાની જરૂર છે. આના કારણે સામાજિક અને આર્થિક તબાહી થઈ છે. અમે યુએનના ઈતિહાસમાં પહેલીવાર સૌથી મોટું વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ ઊભુ થયું છે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ડેઈલી બ્રીફિંગ દરમિયાન કહ્યું કે હું ઈચ્છું છું કે આવાનર મુશ્કેલ દિવસો માટે દરેક અમેરિકન તૈયાર રહે. આ દેશ માટે પરીક્ષાની ઘડી છે. પહેલા આપણે આ પ્રકારના કોઈ સંકટનો સામનો નથી કર્યો. સંક્રમિતોની સંખ્યાને ઘટાડવા માટે આપણે તેઓ પ્રત્યે એકતા અને પ્રેમભાવ બતાવવાની જરૂર છે.
આ જીવન અને મોતનો સવાલ છે. દેશમાં એક મહિનો સોશિયલ ડેસ્ટેંસિંગ રાખવાનું કહેવામાં આવી શકે છે. વ્હાઈટ હાઉસના અધિકારી ડેબોરાહ બીરક્સે મંગળવાર કહ્યુ હતું કે આપણા દેશમાં કોરોનાથી મરનાર લોકોની સંખ્યા બે લાખ સુધી પહોંચી શકે છે. અમને વિશ્વાસ અને આશા છે કે આ બીમારી સામે લડવા માટે દરેક દિવસે સારી રીતે લડીશું.